ડીસાના ભોંયણ નજીક કાર અને આખલા વચ્ચે અકસ્માત સર્જાતા કારના કચરઘાણ

Share

ડીસા પાલનપુર હાઈવે પર આવેલ ભોંયણ નજીક કાર તેમજ આખલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં સદનસીબે ગાડીની એર બેગ ખુલી જતા કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો પરંતુ આખલાનું મોત નીપજ્યું હતું.

[google_ad]

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે ત્યારે ડીસા પાલનપુર હાઈવે પર આવેલ ભોંયણ નજીક આજે બપોરે પાલનપુર તરફથી આવી રહેલ કારને અકસ્માત નડયો હતો.

[google_ad]

સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો, ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં રખડતા ઢોરોનો ત્રાસથી વાહન ચાલકો તેમજ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રખડતા ઢોરના કારણે અનેક નાના મોટા અકસ્માત સર્જાતા હોય છે. જેમાં અનેક માસુમોએ જીવ પણ ગુમાવ્યો છે.

[google_ad]

તો કેટલા લોકોને નાની મોટી ઇજા થઈ છે. લોકો દ્વારા અનેક વાર રખડતા ઢોરોના ત્રાસને કારણે અનેકો વાર વહીવટી તંત્રને રજુઆત કરવા છતાં કોઈ નિરાકરણ આવતું નથી.

[google_ad]

ત્યારે આજે ડીસા પાલનપુર હાઇવે પર આવેલ ભોંયણ નજીક પાલનપુર તરફથી ડીસા તરફ આવી રહેલ કારની આગળ અચાનક આખલો આવી જતા કાર ધડાકાભેર આખલા સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં આખલાનું મોત થયું હતું. તેમજ કારની એર બેગ ખુલી જતા સદનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતના પગલે આજુબાજુના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

 

From – Banaskantha Update


Share