થરાદના પીલુડા ગામે બનાસ બેંકમાં આગ લગતા અફરાતફરી સર્જાયી

- Advertisement -
Share

થરાદના પીલુડા ગામ ખાતે આવેલ બનાસ બેંકમાં આજે વહેલી સવારે શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને તાત્કાલિક થરાદ ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે આવેલ પીલુડા ગામમાં આજે વહેલી સવારે બનાસ બેંકમાં શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હતી. બેંકમાં શોર્ટસર્કિટથી આગ લાગતા ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને તાત્કાલિક ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

ઘટનાની જાણ થરાદ ફાયર ફાઈટર વિભાગને કરતા તાત્કાલિક ફાયર ફાયટરો ઘટનાસ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ આગ લાગવાથી બેંકમાં લગાવેલ ATM શાહિદ ફર્નિચર બળીને ખાખ થઇ ગયું હતું બેંકના મેનેજરે જણાવ્યું હતું કે બેન્કમાં આગ શોર્ટ સર્કિટથી લાગી છે જેથી બેંકમાં મોટું નુકસાન થવા પામ્યું છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!