બનાસકાંઠા જીલ્લામાં દિન પ્રતિદિન ખનીજ ચોરીઓ વધતી જાય છે એવામાં કાંકરેજ તાલુકાના કંબોઈ ગામે ખાણ ખનીજ વિભાગે ડ્રોન કેમરાની મદદથી ખનીજ ચોરીને ઝડપી પાડી હતી.
કાંકરેજના કંબોઈ ગામે બનાસ નદીના પટમાંથી રોયલ્ટી પાસ પરમીટ કરતા વધારે વજન ઝડપાતા ખનીજ ચોરી સામે આવી હતી. ખનીજ ચોરી કરતી 2 ટ્રક ઝડપાતા 40 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ઝડપાયેલા 2 ટ્રકોને શિહોરી પોલીસને સોંપીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી.

From – Banaskantha Update