10 વર્ષની સગી દીકરી પર હવસખોર પિતાએ દુષ્કર્મ આચરતાં ચકચાર : પોલીસે સી.સી.ટી.વી. ફૂટેજના આધારે પિતાની અટકાયત કરી

- Advertisement -
Share

 

સુરતના સરથાણામાં 10 વર્ષની બાળકી સાથે ઘરમાં જ બળાત્કાર ગુજારી લોહી લુહાણ કરવાના બનાવમાં બાળકીનો પિતા જ હવસખોર નીકળ્યો છે.

 

 

ગત ગુરૂવારે બપોરે ઘરે આવેલા હવસખોર પિતાએ બાળકી પર બળાત્કાર ગુજાર્યો હતો. ઘટનાક્રમ અને સી.સી.ટી.વી. ફૂટેજના આધારે તેની અટકાયત કરાઇ છે.

 

 

તેની અટકાયત થયા બાદ થોડા સમયમાં તેણે પોલીસને કહ્યું હતું કે, મારી ભૂલ થઇ ગઇ. જો કે, ઘટના બન્યા બાદથી દીકરીની સાથે જ રહેલા પિતાએ પોલીસને 17 કલાક ગોળ-ગોળ ફેરવ્યા બાદ ગુનાની કબૂલાત કરી હતી.

 

 

આરોપીએ પોલીસને કહ્યું હતું કે, ‘તેની પત્ની આખો દિવસ કામ કરે છે. જેથી સમય આપતી નથી. જેથી તેની શારીરિક જરૂરીયાતો પૂર્ણ થતી નથી. એને કારણે મારાથી આ પાપ થઇ ગયું છે. મુજ સે બહોત બડી ભૂલ હો ગઇ હૈં.’

 

 

મૂળ નેપાળનો પરિવાર સુરત-કામરેજ રોડ પર સરથાણામાં શ્યામ ધામ મંદિર નજીક એક મકાનમાં રહે છે. પરિવારમાં પતિ-પત્ની ઉપરાંત 10 વર્ષની દીકરી રવિના (નામ બદલ્યું છે). 7 વર્ષની દીકરી અને 4 વર્ષનો દીકરો છે.

 

 

ગુરૂવારે પતિ-પત્ની તેમના કામ પર ગયા હતા. ત્રણેય સંતાનો ઘરે હતા. બપોરે દોઢેક વાગે અજાણ્યો શખ્સ તેમના ઘરે આવ્યો હતો. તેણે રવિના સિવાયના બાળકોને બાથરૂમમાં પૂરીને રવિના પર બળાત્કાર ગુજાર્યો હતો.

 

રવિના લોહી લુહાણ થઇ ગઇ હતી. તેની નાની બહેને દાદીને આ બાબતે વાત કરી હતી. બધા સગા ઘરે આવ્યા હતા અને રવિનાને સારવાર અર્થે સ્મિમેર હોસ્પિટલ લઇ ગયા હતા.

 

પોલીસને જાણ કરતાં પોલીસે હોસ્પિટલ જઇ ફરિયાદ દાખલ કરી હતી. રવિના અને તેની બહેને પોલીસે જણાવ્યું હતું કે, ‘અજાણ્યો વ્યક્તિ લાંબા વાળવાળો હતો અને કાનમાં કડી પહેરી હતી.’

 

પોલીસે બનાવ બન્યો તે સમયના આજુબાજુના લોકોને લાંબા વાળવાળો અને કાનમાં કડીવાળો વ્યક્તિ બપોરે એકાદ વાગ્યે દેખાયો હતો કે, કેમ તે બાબતે પૂછપરછ કરી હતી.

 

પરંતુ બધાએ કહ્યું હતું કે, બપોરે આવો કોઇ વ્યક્તિ દેખાયો નથી. બનાવથી થોડા અંતરે એક દુકાન બહાર આવેલા સી.સી. ટી.વી. કેમેરા ચેક કરતાં પોલીસ ચોંકી ગઇ હતી.

 

બપોરે રવિનાની માતા અને પિતા આવતાં દેખાય છે. તેના પિતા 2 વખત આવે છે. બીજી વખત 12.07 વાગ્યે ઘર તરફ જતો દેખાય છે. પરંતુ તે ઘરેથી પરત બહાર જતાં દેખાતો નથી. જેથી પોલીસને શંકા ગઇ હતી.

 

પોલીસે ફરીથી હોસ્પિટલ જઇને રવિનાની પૂછપરછ કરી હતી. રવિનાની અને બીજી દીકરીની ફરીથી પૂછપરછ કરી હતી. ત્યારે બંનેએ કહ્યું હતું કે, તેના પિતાએ જ ખરાબ કામ કર્યું છે.

 

જેથી પોલીસે બાળકીના પિતાને ઉંચકી લીધો હતો. જ્યારે તેને ઝડપ્યો હતો અને પૂછપરછ કરી હતી. ત્યારે તે પહેલાં કંઇ બોલતો ન હતો.

 

પછી પોલીસે કહ્યું તારી દીકરીએ સાચી વાત કરી દીધી છે અને સી.સી.ટી.વી. કેમેરામાં તું દેખાય છે ત્યારે તે પડી ભાંગ્યો હતો. તેણે પોલીસ સામે કબૂલાત કરી કે, મારી ભૂલ થઇ ગઇ.

 

સૂત્રોના જણાવ્યા અનુસાર, 15 દિવસ પહેલાં પણ નરાધમ પિતાએ રવિના પર બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે સમયે કરી શક્યો ન હતો. તે સમયે રવિનાએ તેની માતાને પિતાની ફરિયાદ કરી હતી.

 

પરંતુ માતાએ દીકરીને કહ્યું, પિતા આવું ક્યારેય ન કરે. જો ત્યારે જ માતાએ પિતાને ઠપકો આપ્યો હોત કે સમજાવ્યો હોત તો આ બનાવ કદાચ ન બનત.

 

આ અંગે પી.કે. મલ (જોઇન્ટ પોલીસ કમિશનરે) જણાવ્યું હતું કે, ‘આ ગંભીર પ્રકારનો ગુનો છે. આરોપીની વધુ પૂછપરછ ચાલે છે. ગુરૂવારે બપોરે 1 વાગ્યા આજુબાજુ દુષ્કર્મની ઘટના બની હતી.

 

જ્યારે બીજા દિવસે સવારે 6 વાગ્યા આજુબાજુ પિતાએ કબૂલાત કરી હતી. પોલીસ ઝડપથી ચાર્જશીટ કરી આરોપી પિતાને કડકમાં કડક સજા અપાવશે.’

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!