ડીસામાં 20 થી વધુ શખ્સોએ ગૌસ્વામી પરિવાર પર હુમલો કરતાં ચકચાર

- Advertisement -
Share

 

 

ડીસાના બેકરી કુવા વ્હોળા વિસ્તારમાં 20 થી વધુ શખ્સોએ ગુરૂવારે ગૌસ્વામી પરિવાર પર તિક્ષ્ણ હથિયારો અને પથ્થર વડે હુમલો કર્યો હતો. પરંતુ પોલીસ પહોંચે તે પહેલાં જ આ તમામ લોકો હુમલો કરી ત્યાંથી ફરાર થઇ ગયા હતા.

 

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસામાં છેલ્લા ઘણા સમયથી ચોરી, લૂંટ અને મારામારીની ગુનાહીત ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે.

 

 

ખાસ કરીને ડીસા શહેર એ જાણે મીની યુ.પી. બની ગયું હોય તેમ એક બાદ એક ગુનાહીત ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે.

 

 

છેલ્લા 6 માસમાં ડીસા શહેરી વિસ્તારમાં અસામાજીક તત્વોને જાણે પોલીસનો કંઇ જ ડર રહ્યો ન હોય તેમ મારામારીની અનેક ઘટનાઓને અંજામ આપી રહ્યા છે.

 

 

ત્યારે ડીસાના બેકરી કુવા વ્હોળા વિસ્તારમાં રહેતાં જબુબેન ગણેશપુરી ગૌસ્વામી પોતાના પરિવાર સાથે ગુરૂવારે ઘરે બેઠા હતા. ત્યારે અચાનક તેમના ઘર પર 20 થી વધુ લોકોએ હુમલો કર્યો હતો.

 

 

જેમાં હુમલા દરમિયાન આ તમામ લોકો તલવાર, ધોકા અને છરા લઇને આવ્યા હતા. પરંતુ ગૌસ્વામી પરિવાર એક રસોડાની અંદર પુરાઇ ગયા હતા.

 

જેથી આ તમામ લોકોએ તેમના મકાન પર સોડાની બોટલો અને પથ્થર વડે હુમલો કરી મકાનમાં પડેલ તમામ માલ-સામાનને નુકશાન પહોંચાડયું હતું. આ હુમલાને લઇ આજુબાજુના લોકોમાં પણ ભય જોવા મળી રહ્યો હતો.

 

જે બાદ આ અંગેની જાણ ડીસા ઉત્તર પોલીસને કરતાં પોલીસની ટીમ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી આવી હતી. પરંતુ પોલીસની ગાડીનું સાયરન સાંભળતાની સાથે જ તમામ લોકો ત્યાંથી નાસી છૂટ્યા હતા.

 

ડીસાના બેકરી કુવા વ્હોળા ગૌસ્વામી પરિવાર પર થયેલા હુમલામાં તેમને અનેક ગણું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. અસામાજીક તત્વો દ્વારા તેમના પતરાના મકાન પર પથ્થરમારો કરતાં તેમના મકાનના પતરા પણ તોડી દીધા હતા.

 

જે બાદ બહાર પડેલો સામાન પણ ધોકા અને તલવારો મારી તોડી નાખવામાં આવ્યો હતો હુમલાખોરોએ તેમના ઘરમાં પડેલા સોનાના દાગીના અને રોકડ રકમ લઇ ફરાર થઇ ગયા હતા. તેઓ પરિવારના સભ્યોએ મીડીયા સમક્ષ જણાવ્યું હતું.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!