પાલનપુરના મેરવાડા નજીક કારની આડે આખલો આવી જતાં કાર ફંગોળાતાં સારવાર દરમિયાન માતાનું મોત : પિતા-પુત્ર ઘાયલ

- Advertisement -
Share

એક સપ્તાહ પહેલાં જ રખડતાં ઢોરના કારણે સીસરાણાના યુવકનું મોત નિપજ્યું

 

પાલનપુરના મેરવાડા ગામ નજીકથી પસાર થઇ રહેલી એક સ્વીફ્ટ કારની સામે આખલો આવી જતાં અકસ્માત સર્જાયો હતો.
જેમાં કારમાં બેઠેલા પરિવારના 3 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં સારવાર દરમિયાન માતાનું મોત નિપજ્યું છે.
જ્યારે પિતા-પુત્ર ઘાયલ થયા છે. આ બનાવના પગલે પાલનપુર તાલુકા પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. થોડા દિવસ અગાઉ પણ રખડતાં ઢોરના કારણે સીસરાણા ગામના યુવકનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા સહીત સમગ્ર ગુજરાતમાં રખડતાં પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. પાલનપુરના મેવાડા નજીક એક સ્વીફ્ટ કાર વચ્ચે આખલો આવી જતાં એક મહીલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

રાત્રિ દરમિયાન મહેશભાઇ ચૌધરી પોતાના પુત્ર દિવ્યમ અને માતા કંકુબેન સાથે ખેતરમાં જવા માટે નીકળ્યા હતા.

અંબાજી હાઇવે રોડ સંગમ કોલ્ડ સ્ટોરેજની આગળ અચાનક કાર આગળ આખલો આવી જતાં કાર આખલા સાથે ટકરાઇ હતી.

 

જેના કારણે કાર ચાલક મહેશભાઇએ સ્ટેયરીંગ પર કાબુ ગુમાવતાં હાઇવે રોડ વચ્ચે ડીવાઇડર ઉપર કૂદી સામેના રોડ પર કાર કૂદીને પલ્ટી ખાઇ ગઇ હતી.

 

જેથી કાર ચાલક મહેશભાઇ તેમના પુત્ર દિવ્યમ અને માતા કંકુબેન ત્રણેય વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
ત્યાંથી સ્થાનિક લોકો એકત્ર થઇ કારમાંથી ત્રણેય વ્યક્તિઓને બહાર નીકાળવામાં આવ્યા હતા અને સ્થાનિક લોકોએ 108 વાન અને પાલનપુર તાલુકા પોલીસને જાણ કરી હતી.

 

108 વાન એમ્બ્યુલન્સ અને પાલનપુર તાલુકા પોલીસ તાત્કાલીક ઘટનાસ્થળે દોડી પહોંચી ઇજાગ્રસ્ત ત્રણેય લોકોને પાલનપુર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં કંકુબેનને ગંભીર ઇજાઓ પહોંચવાના કારણે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જીલ્લામાં રખડતાં ઢોરને લઇ એક જ સપ્તાહમાં બીજું મોત નિપજ્યું છે. થોડાક દિવસ અગાઉ રખડતાં ઢોરના કારણે સીસરાણા ગામનો યુવક મોતને ભેટ્યો હતો.

 

મેરવાડા નજીક શનિવારે રાત્રે હાઇવે પર આખલો આવી જતાં કારનો અકસ્માત સર્જાયો હતો. જેથી કારમાં સવાર વૃદ્ધ માતાનું મોત નિપજ્યું હતું. પિતા અને 4 વર્ષનો દિવ્યમ નામના પૌત્રનો આબાદ બચાવ થયો હતો.

 

વડગામ તાલુકાના ચિત્રોડા નજીક સીસરાણા ગામના વિજય પરમાર આખલાની અડફેટે આવતાં માતાએ એકનો એક દીકરો ગુમાવ્યો હતો. જયારે શનિવારે રાત્રે રખડતાં આખલાને કારણે વધુ એક વૃદ્ધા મોતને ભેટી હતી. તેમ છતાં તંત્ર કુંભકર્ણની ઉંઘમાંથી જાગતું નથી.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!