મહીલા બુટલેગરના નામથી ગ્રામજનો ફફડે છે : દારુ પીધા બાદ 24 કલાકમાં 3 લોકોના મોત

- Advertisement -
Share

લઠ્ઠાકાંડમાં 36 લોકોના મોત નિપજયા છે. : આ લઠ્ઠાકાંડમાં 15 આરોપીની અટકાયત કરાઇ છે

 

રોજીદ ગામમાં થયેલા લઠ્ઠાકાંડમાં 36 લોકોના મોત નિપજયા છે. આ લઠ્ઠાકાંડમાં 15 આરોપીની અટકાયત કરાઇ છે. જેમાં એક મહીલા બુટલેગરનું નામ પણ સામેલ છે.

આ બુટલેગરનો ગામમાં એટલો ખૌફ છે કે તેનું નામ લેતાં પણ ગ્રામજનો ફફડે છે. ગઇકાલે થયેલા લઠ્ઠાકાંડમાં રોજીદ ગામના કેટલાંક લોકોએ ગજીબેનને ત્યાં દારૂ પીધો હતો.

હાલ, પોલીસે એમની અટકાયત પણ કરી છે. આ અંગે સ્થાનિક લોકો સાથે વાત કરતાં એમણે નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ગજીબેન મૂળ આ ગામના રહેવાસી નથી.

તે છેલ્લા કેટલાંક વર્ષોથી અહીં રહેતાં હતા. તેમને નાના બાળકો છે અને પોતે છેલ્લા કેટલાંક વર્ષથી ટી.બી.ની બીમારીથી પીડાઇ રહ્યા છે. જેને કારણે તેઓ મજૂરીએ ક્યાંય જઇ શકે એમ ન હતા. તે માટે તેમણે દારૂનો ધંધો નાના પાયે શરૂ કર્યો હતો.

 

ગજીબેનનું ઘર રોજીદ ગામના છેક છેવાડે આવેલું છે. ગજીબેનના ઘરની મુલાકાત લીધી હતી. તે દરમિયાન દ્રશ્યો જોવા મળ્યા કે, ગજીબેનના ઘરમાં તાળા મારેલા હતા. ગજીબેનનું ઘર એકદમ સૂમસામ હતું.
ગજીબેનના બંને બાળકો અત્યારે કોઇ સગાને ત્યાં બરવાળા નજીક ગામમાં લઇ જવામાં આવ્યા છે. અત્યારે ગ્રામજનો ગજીબેન વિશે કંઇ પણ બોલવા તૈયાર નથી અને બોલે છે તો નામ ન આપવાની શરતે બોલી રહ્યા છે.

 

ગઇકાલે થયેલા લઠ્ઠાકાંડમાં રોજીદ ગામના કેટલાંક લોકોએ ગજીબેનને ત્યાં દારૂ પીધો હતો. કેટલા કલાકો બાદ બધાની તબિયત વારાફરતી બગડવા લાગતાં તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.
જેમાંથી અત્યારે કેટલાંકના મોત પણ થઇ ચૂક્યા છે. જેને લીધે પોલીસે ગજીબેનનું નામ ફરિયાદમાં પહેલું નોંધી અને એમની અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

 

આ અંગે સ્થાનિક રહેવાસીઓએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, ‘ગજીબેન સિવાય ગામના વિપલો અને નંદો સહીત અન્ય 4-5 લોકો દારૂનો ધંધો કરતા હતા. પરંતુ આ લોકોએ ગજીબેનનું નામ ચગાવ્યું છે.’

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!