ડીસામાં પ્લાસ્ટીકના વેપારીઓ સાથે ચીફ ઓફીસરની બેઠક યોજાઇ

- Advertisement -
Share

આગામી તા. 1 જુલાઇથી પ્લાસ્ટીક ઉપર પ્રતિબંધ : પ્રતિબંધિત પ્લાસ્ટીકનું વેચાણ બંધ કરવા અપાઇ સુચનાઓ

 

હવે ગુજરાતમાં સિંગલ યુઝ પ્લાસ્ટીક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ત્યારે પ્રતિબંધિત પ્લાસ્ટીકના વપરાશ પર કેન્દ્ર સરકાર દ્વારા આગામી તા. 1 જુલાઇ 2022 થી સંપૂર્ણ બંધ કરવાનો પરિપત્ર જાહેર કરાયો છે.

હવે કેન્દ્ર સરકાર દ્વારા હેલ્થને હાનિકારક એવા સિંગલ યુઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધ મૂકવામાં આવશે. ત્યારે ગુજરાતમાં પણ 120 માઇક્રોનથી ઓછા અને રીસાઇકલ ન થઇ શકે એવા સિંગલ યુઝ પ્લાસ્ટીક પર પ્રતિબંધ મૂકાયો છે.

ત્યારે કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને ક્લાઇમેન્ટ ચેઇન્જ મંત્રાલય દ્વારા પરિપત્ર કરવામાં આવ્યો છે. જેના આધારે ગુજરાતમાં હવે સિંગલ યુઝ પ્લાસ્ટીક પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કેટલાંક પ્રતિબંધિત પ્લાસ્ટીકના વપરાશ પર તા. 1 જુલાઇ 2022 થી સંપૂર્ણ બંધ કરવાનો પરિપત્ર જાહેર કરાયો છે.

 

100 માઇક્રોન કરતાં પાતળા પી.વી.સી. બેનર જેવા પ્લાસ્ટીક પર પ્રતિબંધ મૂકવામાં આવતાં ડીસા નગરપાલિકા કચેરીમાં ડીસાના પ્લાસ્ટીકના વેપારીઓ સાથે ચીફ ઓફીસર ઉપેન્દ્રભાઇ ગઢવી દ્વારા બેઠક યોજાઇ હતી.
જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનું વેચાણ બંધ કરવા જરૂરી સુચનાઓ સાથે માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે ડીસામાં પ્લાસ્ટીક એસોસીએશનના તમામ વેપારીઓ દ્વારા પણ પ્રતિબંધિત પ્લાસ્ટીકનું વેચાણ બંધ કરવા ચીફ ઓફીસરને ખાત્રી આપી હતી.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!