એ.સી.બીના ઇતિહાસની સૌથી મોટી રકમ જપ્ત કરાઈ : ઇજનેર પાસેથી 2.27 કરોડની રોકડ અને 10 લાખના દાગીના મળ્યા

- Advertisement -
Share

ગાંધીનગર એસીબીએ 3 દિવસ પહેલા મળેલી ફરિયાદને આધારે ટ્રેપ ગોઠવીને સર્વ શિક્ષા અભિયાનના વર્ગ-2ના અધિકારી નિપુણ ચોકસીને સમી ખાતે બિલ્ડીંગ બનાવવાના બિલો પાસ કરાવવા માટે લાંચ લેતા ઝડપી લીધા હતા. બાદમાં 2 દિવસના રિમાન્ડ બાદ પ્રથમ ઘરે તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન તેમના ગાંધીનગર નાગરિક કો ઓપરેટીવ બેંકની મીના બજાર સચિવાલય અને સેક્ટર-6 બ્રાંચ તેમજ સેક્ટર 16માં આવેલી કેનેરા બેંકની વિગતો મળી હતી.

[google_ad]

 

જેમાં નિપુણ ચોકસીના નામે લોકર હોવાનું ખુલ્યું હતું . તપાસ દરમિયાન મીના બજારની શાખામાંથી 74 લાખની રોકડ મળી આવી હતી. તો સેક્ટર 6માં આવેલી શાખામાંથી 1 કરોડ 52 લાખ 75 હજારની રોકડ જપ્ત કરી હતી. જે અત્યાર સુધીના એસીબીના ઇતિહાસની સૌથી મોટી રકમ જપ્ત કરવામાં આવી હતી.

[google_ad]

સેક્ટર-16માં આવેલી કેનેરા બેંકના લોકરમાંથી 10 લાખ રુપિયાના દાગીના મળી આવ્યા હતા. આ મામલે હજુ પણ અનેક ચોંકાવનારી વિગતો બહાર આવી શકે તેમ છે.

[google_ad]

ગુજરાતના એસીબીના ઇતિહાસમાં આ પહેલા ગાંધીનગરમાં સેક્ટર-11માં આવેલા ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના પ્રાદેશિક અધિકારી ભાયાભાઇ સોજીત્રા પાસેથી 1.28 કરોડની રોકડ અને દાગીના મળી આવ્યા હતા.

[google_ad]

આ સિવાય અમદાવાદ એસીબીએ વર્ષ 2015માં શ્રમ અને રોજગાર વિભાગના અધિકારી રમણલાલ ચારેલ પાસેથી રુપિયા 37 લાખની રોકડ જપ્ત કરી હતી. પરંતુ આટલી મોટી રોકડ એકસાથે મળી હોય – તેવો Acbના ઇતિહાસમાં પ્રથમ કિસ્સો છે.

 

[google_ad]

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!