માણસના વેશમાં હેવાનો : પ્રેમી સાથે ભાગનાર પરિણીતાને નિર્વસ્ત્ર કરી માર માર્યો : 14 પકડાયા, 5 ફરાર

- Advertisement -
Share

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામે ગતરોજ બનેલા ચકચારી બનાવમાં પરિણીતા પ્રેમી સાથે ભાગી જતા તાલીબાની સજા અપાઇ હતી. પતિ તથા સાસરિયાઓ તેમજ ગ્રામજનોના ટોળાએ પરિણીતાને નિવસ્ત્ર કરી ખભા ઉપર પતિને બેસાડી ગામમાં ફેરવી હતી.

 

 

 

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં પોલીસે આ મામલે પતિ અને સાસરિયા સહિત 19થી વધુ વ્યક્તિના ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ સંદર્ભે એકસનમાં આવેલી પોલીસે 19 પૈકી 14 આરોપીની ગણતરીના કલાકમાં જ ધરપકડ કરી હતી તથા અન્ય 3 સગીર સામે જુવેનાઈલ અંતર્ગત કાર્યવાહી હાથ ધરાઇ છે.

 

 

દાહોદ જીલ્લાના ધાનપુર તાલુકાના ખજુરી ગામે રહેતી એક પરિણીતા પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ હતી. જેની અદાવત રાખી પતિ અને સાસરિયાઓ તેમજ ગ્રામજનો દ્વારા પરિણીતા અને તેના પ્રેમીને પકડી લાવ્યા હતા. બાદમાં બંનેને ઢોર માર મારી પરિણીતાની ખેંચતાણ કઈ તેના કપડાં ફડી નિર્વસ્ત્ર કરી દેવામાં આવી હતી. ઉપરાંત પરણિતાના ખભા ઉપર તેના પતિને બેસાડી ગામમાં તેને ફેરવી હતી.

 

 

તા. 12મી જુલાઇના રોજ બનેલી ધાનપુર તાલુકાની ઘટના પ્રકાશમાં આવી હતી. જે ઘટનામાં સડોવાયેલા 19 સામે ગુનો દાખલ કરાયો છે. જે પૈકીના 11 આરોપીની ધરપકડ કરાઇ છે. જ્યારે 5 આરોપીઓ ફરાર થયા છે. જેમની શોધખોળ માટે પોલીસની ટીમ કામે લાગી ગઇ છે. – કાનન દેસાઇ, ડી.વાય.એસ.પી

 

 

દાહોદના ધાનપુરમાં ખજૂરી ગામે મહિલા સાથે ઘૃણાસ્પદ ઘટનાનો પડધો બુધવારે કેબિનેટની બેઠકમાં પડયો હતો. ગૃહમંત્રીએ આરોપીઓને ઝડપથી પકડીને દાખલો બેસાડવા પોલીસને સુચના આપતા દાહોદના ગરબાડા અને ધાનપુર તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાં કોમ્બિંગની ગતિ વધી હતી.

મહિલા અને બાળ સુરક્ષાની કચેરીની ટીમ દ્વારા પીડિતાનું કાઉન્સેલિંગ કરાયું છે. પીડિતાએ પોતાના પરિવાર સાથે રહેવાની ઇચ્છા દર્શાવતા પોલીસ દ્વારા હાલમાં તેમને રક્ષણ પણ પુરતું પડાયું છે. દરમિયાન, આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા ઉપર ચઢાવનારા તેમજ વાઇરલ કરનાર એકાઉન્ટ સામે પણ રિપોર્ટ કરવાની કાર્યવાહી થઈ છે.

From – Banaskantha update 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!