ઇકબાલગઢ-બાલુન્દ્રા રોડ પર બનાસ ઓવરબ્રિજ પર રીક્ષા અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાતાં યુવતીનું મોત

- Advertisement -
Share

 

અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા-ઇકબાલગઢ વચ્ચે સોમવારે રાત્રિ દરમિયાન બનાસ ઓવરબ્રિજ પર રીક્ષા અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

 

 

જેમાં એક યુવતીનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એક યુવક ઇજાગ્રસ્ત થતાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં અકસ્માતનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે. અકસ્માત સર્જાતા એક બાદ એક લોકોના જીવ ગુમાવવા પડે છે.

 

જેમાં બાલુન્દ્રા-ઇકબાલગઢ વચ્ચે બનાસ ઓવરબ્રિજ પર સોમવારે રાત્રિ દરમિયાન એક રીક્ષા અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

 

અકસ્માત સર્જાતા એક યુવતીનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું અને એક યુવક ઇજાગ્રસ્ત થયો હતો. અકસ્માત સર્જાતા જ આજુબાજુના લોકો દોડી પહોંચી ઘટનાની જાણ પોલીસને કરી હતી.

 

સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડયો હતો. જ્યારે મૃતકની લાશને પી.એમ. અર્થે અમીરગઢ રેફરલમાં ખસેડાઇ હતી. આ અંગે અમીરગઢ પોલીસે અકસ્માતને લઇ વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!