પાંથાવાડામાં દેશી પિસ્તોલ સાથે એક રાજસ્થાની શખ્સને પોલીસે ઝડપ્યો

- Advertisement -
Share

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર પાંથાવાડામાંથી પોલીસે પિસ્તોલ સાથે રાજસ્થાનના શખ્સની અટકાયત કરી છે. પાંથાવાડા પોલીસે રૂપિયા 25 હજારનો મુદ્દામાલ કબ્જે લઇ અટકાયત કરેલા શખ્સની પુછપરછ હાથ ધરી છે.

 

પથાવાડા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે, રાજસ્થાનના મંડાર બાજુથી એક સુપર સ્પ્લેન્ડર બાઇક નંબર (RJ-46-SA-5247)નો ચાલક ગેરકાયદેસર હથિયાર લઇ ગુજરાતમાં પાંથાવાડા તરફ આવનાર છે. જે હકીકત આધારે પાંથાવાડા પોલીસના માણસોએ વિહત હોટલ આગળ હાઇવે રોડ ઉપર વોચ ગોઠવી હતી.

આ દરમિયાન રાજસ્થાન તરફથી બાતમી વાળુ બાઇક આવતાં તેને રોકી તલાસી લેતાં બાઇક પરથી 500 હજારની કિંમતની દેશી બનાવટની પીસ્તોલ મળી હતી. પોલીસે ચાલક પ્રકાશ મેઘવાળ (રહે. મગરીવાડા તા.રેવદર જિ.શિરોહી રાજસ્થાન) વાળાની અટકાયત કરી બાઇક સહિત 25 હજારનો મુદ્દામાલ કબ્જે લઇ અટકાયત કરેલા શખ્સની પુછપરછ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!