ઉત્તરાયણ હજી આવી નથી અને દોરાથી એકનું મોત, સુરતમાં બાઈકચાલકનું આખું ગળું ચીરી નસો કપાતા ઘટનાસ્થળે મોત

- Advertisement -
Share

ઉત્તરાયણ તહેવારને હજી વાર છે પરંતુ એની પહેલા જ પતંગના દોરાથી એક વ્યક્તિનું ગળું ચિરાઈ જતા બાઈકચાલકે જીવ ગુમાવવાનો વારો આવ્યો. ઉત્તરાયણ સમયે વ્યક્તિ મોતને ભેટતી હોય એવો કિસ્સો જોવા મળ્યો છે. ઘણા કિસ્સાઓમાં બાળકો પતંગ લૂંટવા માટે દોડાદોડી કરતાં અથવા તો ધાબા પરથી પડી જતાં મોતને ભેટતાં હોય છે.

તો ઘણી વખત માંજાને કારણે વાહનચાલકોનું ગળું કપાતાં મોતને ભેટતા હોય છે. ત્યારે સુરતમાં કામરેજ ચાર રસ્તા પર બાઈકચાલક પસાર થઈ રહ્યો હતો ત્યારે પતંગના દોરાએ ગળું ચીરી નસો કાપી દેતા કરુણ મોત નીપજ્યું હતું.

 

સુરત નજીક કામરેજ ચાર રસ્તા પરથી એક શ્રમજીવી પોતાની બાઈક પર પસાર થઈ રહ્યો હતો. દરમિયાન જ એકાએક પતંગનો દોરો આવી જતાં વાહનચાલકના ગળાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. વાહનચાલકના ગળા પરથી માંજો ફરી જતાં બાઈક પરથી નીચે પટકાયો હતો. યુવકનું ગળું ભયંકર રીતે કપાયું હતું જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પતંગનો માંજો કેટલો હાનિકારક છે એ આ ઘટના પરથી સમજી શકાય છે.

મકરસંક્રાંતિમાં ઘણી વખત લોકો ખૂબ જ બેદરકારી રીતે પતંગ ઉડાવતા હોય છે. એને કારણે વાહનચાલકો પર મુસીબત આવી જતી હોય છે. કામરેજ ચાર રસ્તા પરથી પસાર થતા બળવંત ઉર્ફે રાજુભાઈ પટેલ નવાગામના રહેવાસી છે. પોતે કામકાજ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા એ દરમિયાન જ ઘટના બની હતી.

 

પતંગનો માંજો જાણે તીક્ષ્ણ હથિયાર હોય એ રીતે ગળા પર ફરી વળ્યો હતો. જાણે કોઈએ ગળા પર ચાકુનો ઘા મારી દીધો હોય, એટલી હદે પતંગના દોરાએ ગળાના ભાગે વાહનચાલકને ઈજા પહોંચાડી હતી.

 

નવાગામમાં રહેતા બળવંત ઉર્ફે રાજુભાઈ પટેલ 52 વર્ષીય ઉંમરના હતા. તેઓ લૂમ્સના કારખાનામાં મજૂરીકામ માટે જતા હતા. નિયમિત રીતે લૂમ્સના કારખાનામાંથી તેઓ સાંજના સમયે પરત આવતા હતા. એકાએક જ કામરેજ ચાર રસ્તા પાસે તેઓ કંઈ સમજે એ પહેલાં જ તેમના ગળા પરથી પતંગનો દોરો પસાર થયો હતો. એને કારણે ગળાની નસો કપાઈ જતાં ઘટનાસ્થળે તેમનું મોત નીપજ્યું હતું. તેમના મૃતદેહને કામરેજ આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!