અમીરગઢ પોલીસે આબુ-પાલનપુર હાઇવે પરથી દારૂ ભરેલી કાર ઝડપી પાડી : કારનો ચાલક ફરાર

- Advertisement -
Share

 

બનાસકાંઠા જીલ્લાના અમીરગઢ પોલીસે સોમવારે પેટ્રોલિંગ દરમિયાન રાજસ્થાન તરફથી આવતી દારૂ ભરેલી ટોયોટા ઇ.ટી.ઓસ. કાર બાતમીના આધારે ઝડપી પાડી હતી.

 

 

અમીરગઢ પોલીસે કુલ રૂ. 2.88 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે અમીરગઢ પોલીસે કાર ચાલક સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

 

આ અંગેની વિગત એવી છે કે, અમીરગઢ પોલીસ સ્ટેશનના સ્ટાફે ટોયોટા ઇ.ટી.ઓસ. કાર રાજસ્થાન દારૂ ભરીને ગુજરાત તરફ આવવાની છે.

 

તેવી બાતમીના આધારે સોમવારે પેટ્રોલિંગ દરમિયાન આબુ-પાલનપુર હાઇવે પરથી કાર નં. GJ-08-CC-2825 નો પીછો કરી દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી.

 

કારમાંથી વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની નાની-મોટી બોટલો અને બિયર ટીન મળી કુલ 168 બોટલ જેની કિંમત રૂ. 38,820 સહીત કુલ રૂ. 2,88,820 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

 

કારનો ચાલક કાર મૂકી નાસી છૂટ્યો હતો. આ અંગે અમીરગઢ પોલીસે કારના ચાલક સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!