ફરિયાદ નોધાયા અનુસાર ડીસા તાલુકાના ગામે ઇસમ 2 બહેનોને ભગાડી લઇ ગયા બાદ એક બહેન સાથે બળજબરીથી દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી છે. ગત દિવસોએ રાત્રે એક ઇસમ ફરીયાદીને ડરાવી ધમકાવી તેની બહેનને ભગાડી ગયો હતો. જે બાદમાં મોડીરાત્રે બીજો ફરીયાદીને લગ્ન કરવાની લાલચ આપી ભગાડી કલોલ લઇ ગયો હતો.
જ્યાં તેની સાથે બળજબરીથી અવાર-નવાર દુષ્કર્મ આચર્યાનું ફરિયાદી જણાવ્યું, બાદમાં પરિવારને સોંપતી વખતે કોઇ ફરીયાદ નોંધાવી તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ સાથે ફરીયાદીની બહેનની શોધખોળ પણ ચાલુ હોઇ ગભરાઇ ગયેલી યુવતિએ થોડાક દિવસો બાદ કુલ 4 ઇસમ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે.
ડીસા તાલુકાના એક ગામેથી એક સાથે 2 બહેનોને ભગાડી જવાની ઘટના સામે આવતાં ચકચાર મચી ગઇ છે. પંથકના એક ગામમાં 1 એપ્રિલના રોજ રાત્રે સરસ્વતી તાલુકાના મલારપુરા ગામનો અલ્પેશજી ઠાકોર 17 વર્ષિય યુવતિને છરી બતાવી તેની બહેનને ભગાડી ગયો હતો.
જે બાદમાં મોડીરાત્રે સરસ્વતી તાલુકાના મલારપુરા ગામનો જગાજી ઠાકોરે આવી ફરીયાદી યુવતિને લગ્નની લાલચ આપી કલોલ ભગાડી ગયો હતો. જ્યાં અવાર-નવાર તેની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજાર્યો હોવાનું ફરિયાદી જણાવ્યું. 5 એપ્રિલના રોજ સાંજે જગાજીના કાકા કલોલ આવતાં બંનેને મલારપુરા લઇ ગયા હતા.

આ દરમ્યાન શ્રવણજી ઠાકોર અને શીવાજી ઠાકોરે ફરીયાદીએ આ બાબતે કોઇને કંઇ કહ્યુ છે કે, ફરીયાદ આપી તો જાનથી મારી નાંખીશું તેવી ધમકી આપી ગડદાપાટુનો માર માર્યો હતો. આ સાથે ફરીયાદીના કુટુંબીકાકાને બોલાવતાં તેઓ ફરીયાદીને ઘરે લઇ ગયા હતા.
ફરીયાદીની બહેનને ભગાડી ગયા હોઇ તેની શોધખોળ ચાલુ હોઇ ડરી ગયેલ ફરીયાદીએ ગઇકાલે 4 ઇસમો સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. સમગ્ર મામલે ડીસા રૂરલ પોલીસે ચાર ઇસમો સામે આઇપીસી કલમ 376(2)(n), 366, 323, 506(2), 294(b), 114 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From – Banaskantha Update