ધાનેરા પોલીસે તેલંગાણા છેતરપિંડી કેસના શખ્સને ઝડપ્યો

- Advertisement -
Share

 

ધાનેરા તાલુકાની વાસણ ચેકપોસ્ટથી પોલીસે એક પેસેન્જર ગાડીમાં જઇ રહેલા તેલંગાણા છેતરપિંડી કેસના આરોપીને ઝડપી રૂ. 17.46 લાખના ધાતુના દાગીના સહીતનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. ધાનેરા પોલીસ મથકની ટીમ વાસણ ચેકપોસ્ટે વાહન ચેકીંગમાં હતી.

 

 

તે દરમિયાન ધાનેરા તરફથી આવતી ઇકો પેસેન્જર ગાડીમાં બેઠેલા રાજસ્થાનના જાલોર જીલ્લાના સાંતુના કૈલાશકુમાર છોગજીસિંહ કાનસિંહ રાજપુરોહીતને ઝડપી પાડયો હતો.

 

આ શખ્સ હૈદરાબાદ (તેલંગાણા) પી.એસ.માર્કેટ પોલીસ મથકમાં છેતરપિંડીના ગુનામાં સંડોવાયેલો હતો. જેની પાસેથી રૂ. 17,46,774 ની કિંમતની પીળી ધાતુના દાગીના અને ટુકડા કુલ વજન 338.88 ગ્રામ જપ્ત કરાઇ હતી.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!