ડીસામાં વર્ધમાન સોસાયટીના રહીશો દ્વારા અડચણરૂપ દબાણો દૂર કરવા ચીફ ઓફીસરને રજૂઆત કરાઇ

- Advertisement -
Share

 

ડીસાના વોર્ડ નં. 5 ના વર્ધમાન સોસાયટીના રહીશો દ્વારા છેલ્લા કેટલાંક સમયથી જે.કે. બિલ્ડીંગમાં ચાલતાં ભણશાલી ટ્રસ્ટ સંચાલિત હીરાના કારખાનાને લઇને ભારે ઉહાપોહ મચાવી રહ્યા છે.

 

 

ભણશાલી ટ્રસ્ટ સંચાલિત હીરાના કારખાના માલિક જીતેન્દ્રભાઇ ભણશાલી અને વહીવટ કરતાં મહેશભાઇ ભણશાલી દ્વારા છેલ્લા કેટલાંય સમયથી રસ્તા વચ્ચે અડચણરૂપ દબાણો કરવામાં આવ્યા છે અને જે. કે. બિલ્ડીંગમાં નિયમો કરતાં વધુ બાંધકામ કરવામાં આવ્યું છે.

 

 

જયારે સાથે-સાથે રાહદારી રસ્તા પર ગેરકાયદેસર રીતે પાર્કીંગ બનાવીને કબ્જો કરવામાં આવ્યો છે. જ્યારે રેસીડેન્સી એરીયામાં વાણિજ્ય હેતુનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

 

 

ભણશાલી ટ્રસ્ટ સંચાલિત હીરાના કારખાનામાં 500 થી વધુ લોકો હીરા ઘસવા માટે અવર-જવર કરે છે. સાથે-સાથે ભણશાલી ટ્રસ્ટ સંચાલિત હીરાના કારખાનામાં ફાયર સેફ્ટીની પણ સગવડ કરાઇ નથી.

 

 

જેને લઇને વર્ધમાન સોસાયટીના રહીશો દ્વારા વારંવાર નગરપાલિકા સહીત જીલ્લા કલેક્ટર અને વિકાસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરાઇ છે.

 

 

તેમ છતાં કોઇ જ કાર્યવાહી કરવામાં ન આવતાં શુક્રવારે વોર્ડ નં. 5 ના અપક્ષ સદસ્ય જગદીશભાઇ મોદીને સાથે રાખી ચીફ ઓફીસર ઉપેન્દ્રભાઇ ગઢવી અને નગરપાલિકા પ્રમુખ રાજુભાઇ ઠક્કર સમક્ષ આવેદનપત્ર આપી રજૂઆત કરાઇ હતી.

 

 

અને જો કોઇ જ કાર્યવાહી કરવામાં નહી આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી. જ્યારે વર્ધમાન સોસાયટીની મહીલાઓ સાથે રજૂઆત કરી વહીવટી તંત્રની કામગીરી સામે ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!