ડીસા: જૈન યાત્રિકોની વર્ષો જૂની માંગ સ્વીકારાતા ડીસાથી શંખેશ્વર બસ મંજુર થતા ડીસા ગ્રામજનોમાં આનંદ

- Advertisement -
Share

દેશમાં બુલેટટ્રેનના પ્રોજેક્ટની ચર્ચા થતી હોય છે જયારે દેશના અનેક ભાગોમાં આજે વિમાન, ટ્રેન, મેટ્રો, બસો એવી સુવિધાઓ છે જયારે બનાસકાંઠા અને પાટણ જેવા વિસ્તારના લોકો બસની સગવડ મોખેરે છે. જયારે આજે રોજ ડીસાથી શંખેશ્વર લોકલ બસને મંજુરી મળતા લોકોમાં આનંદ જોવા મળ્યો.

ડીસાથી શંખેશ્વર જવાવા આવવા માટે ડીસા આસપાસના લોકોને જેમાં ખાસ ખરીને જૈન સમાજનાં લોકોને ધાર્મિક તેમજ સામાજિક પ્રસંગે આવન-જાવન માટે બસની જરૂર તાતી હોઈ ડીસાનાં જૈન સમાજના અગ્રણી હસમુખભાઈ વેદાલીયાએ લોકલ બસ મંજુર કરવા માટે તા.31/12/2021ના પુણે શભાઈ મોદી (મંત્રી માર્ગ અને મકાન વાહન વ્યવહાર)ને પત્ર દ્વારા રજૂઆત કરેલ.

જયારે ગુજરાત રાજ્યના માર્ગ વાહન વ્યવહાર નિગમના મેનેજીંગ ડીરેકટરને કરવા હુકમ કરેલ તે મુજબ નિગમના પાલનપુર વિભાગીય નિયામકના તા.11/02/2022 ના પત્ર અનુસાર ડીસા શંખેશ્વર લોકલ બસ મંજુર થઇ. જેથી આજરોજ ડીસા ધારાસભ્ય શશીકાંતભાઈ પંડ્યા બસને પ્રસ્થાન કરાવી હતી.

આ પ્રસંગે ડીસા ડેપો મેનેજર રમેશભાઇ ચૌધરી, ડીસા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઇ ઠક્કર, પિંકેશભાઈ દોષી, ભરતભાઇ વરિયા સહિતના જૈન સમાજની વિવિધ સંસ્થાઓના અગ્રેસર ઉપસ્થિત રહ્યા હતા. આજે ડીસાથી શંખેશ્વર જવા માટે બસનો પ્રારંભ કરાયો હતો. વધુમાં જણાવ્યું હતું કે, આ બસ શંખેશ્વરથી ડીસા તરફ બપોરે 2:30 વાગે બસ ઉપડશે વાયા પાટણ હારીજ સમી રૂટ ચાલશે અને બસની મંજૂરી માટે હસમુખભાઈ વેદાલીયાએ મંત્રીનો આભાર વ્યકત કર્યો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!