આઈપીએલ ની શરૂઆત પહેલા જ ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો ઝટકો, આ ખેલાડી થયો ટીમની બહાર

- Advertisement -
Share

આઈપીએલ 2021ની શરૂઆત પહેલા ચેન્નઈ સુપર કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર જોશ હેઝલવુડે ટૂર્નામેન્ટમાંથી પોતાનું નામ પાછુ ખેંચી લીધું છે. હેઝલવુડે આ નિર્ણય ટી20 વર્લ્ડ કપ અને આ વર્ષે એશિઝને ધ્યાનમાં રાખીને લીધો છે. આ ઉપરાંત તે બાયો બબલથી દૂર રહીને તેના પરિવાર સાથે સમય વિતાવવા માંગે છે.

30 વર્ષીય હેઝલવુડે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની વેબસાઇટને કહ્યું, બાયો બબલ અને જુદા જુદા સમયે ક્વારન્ટાઈનમાં રહેતા 10 મહિના પસાર થઈ ગયા છે. એવામાં થોડા સમય માટે ક્રિકેટથી દૂર રહીને પરિવાર સાથે સમય પસાર કરવા માંગુ છું. આગળ અમારે શિયાળામાં ઘણી ક્રિકેટ રમવાની છે.

હેઝલવુડ આ સિઝનમાં આઈપીએલમાંથી બહાર થનાર ત્રીજો ઓસ્ટ્રેલિયન ક્રિકેટર છે. જોશ ફિલિપ અને મિશેલ માર્શ પણ આ સ્પર્ધામાંથી બહાર થઈ ગયા છે. ચેન્નઈની ટીમ ટૂર્નામેન્ટમાં કોઈપણ સમયે હેઝલવુડનો વિકલ્પ શોધી શકે છે. સેમ કરેન અને ડ્વેન બ્રાવો પર અતિરિક્ત દબાણ રહેશે. કારણ કે લુંગી નગિદી દિલ્હી કેપિટલ્સ સામે પહેલી મેચ રમી શકશે નહીં. ગઈ સીઝનમાં હેઝલવુડનો ચેન્નઈ સુપર કિંગ્સની ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. ચેન્નઈ તરફથી હેઝલવુડે ત્રણ મેચ રમી, જેમાં તે એક વિકેટ ઝડપી શક્યો હતો.

તેમણે કહ્યું, અમારે વેસ્ટ ઈન્ડિઝનો લાંબો પ્રવાસ કરવાનો છે. તે પછી બાંગ્લાદેશ પ્રવાસ, ટી20 વર્લ્ડ કપ અને ત્યારબાદ એશિઝ. તેથી આગામી 12 મહિના ખૂબ જ વ્યસ્ત રહેવાના છે. આવી સ્થિતિમાં હું મારી જાતને માનસિક અને શારીરિક રીતે ફીટ રહેવાની સંપૂર્ણ તકો આપવા માંગુ છું. તેથી મેં આઇપીએલ 2021થી અલગ થવાનું નક્કી કર્યું છે.

મહેન્દ્રસિંહ ધોની (કેપ્ટન), અંબાતી રાયડુ, સી હરિ નિશાંત, ચેતેશ્વર પૂજારા, દિપક ચહર, ડ્વેન બ્રાવો, ફાફ ડુ પ્લેસીસ, હરીશંકર રેડ્ડી, ઇમરાન તાહિર, કે ભગત વર્મા, કે ગૌતમ, કર્ણ શર્મા, કેએમ આસિફ, લુંગી નગદી, મિશેલ સેટનર, મોઇન અલી, નારાયણ જગદિશન, આર સાઇ કિશોર, રવિન્દ્ર જાડેજા, રોબિન ઉથપ્પા, ઋતુરાજ ગાયકવાડ, સેમ કરેન, શાર્દુલ ઠાકુર, સુરેશ રૈના.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!