બનાસકાંઠામાં પૈસાના લોભમાં લોકોએ ઓનલાઇન એપ DaniDataમાં કરોડો રૂપિયા ગુમાવ્યા

- Advertisement -
Share

ગુજરાતીમાં એક કહેવત છે કે જ્યાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ના મરે. અનેકવાર ઓનલાઇન એપ અને ગેમમાં પૈસા ડબલ કરવાની લાલચમાં પૈસા રોકવાથી લોકોને પૈસા ગુમાવાનો વારો આવતો હોય છે. ત્યારે આવી જ એક ઓનલાઈન એપ દાનીડેટા(DaniData)બંધ થઇ જતા અનેક લોકોના કરોડો રૂપિયા સલવાયા છે.

 

ધાનેરા સહિત બનાસકાંઠા જિલ્લાના લોકો દ્વારા DaniData નામની ઓનલાઈન એપમાં પૈસા રોકવામાં આવ્યા હતા. અચાનક જ 2 જૂનના રાત્રે આ આ એપ બંધ થઈ જતા લોકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. DaniData નામની એપમાં પૈસા એક મહિના ડબલ થઇ જતા હતા અને આ એપમાં યુપીઆઈ, ફોન-પે, ગગુલ-પે દ્વારા લોકો પૈસા ડિપોઝીટ કરતા હતા અને એમએલએમ સિસ્ટમથી આ એપનો પ્રચાર થતો હતો. આ એપ શેર કરવા વાળા વ્યક્તિને પણ એપ કમિશન આપતી હોવાથી લોકો દ્વારા આ એપને શેર કરવામાં આવતી હતી.

 

છેલ્લા કેટલાક સમયથી આ એપ બનાસકાંઠા જિલ્લામાં લોકપ્રિય બની હતી. આ એપમાં લોકો પૈસા ડિપોઝિટ કરતા હતા અને એપમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફુટબોલ મેચ પર સટ્ટો રમવામાં આવતો હતો. આ એપમાં હોટ અને 3.3 નામની ગેમમાં પૈસા લગાવવાથી 0.75 ટકા વ્યાજ મળતું હતું. એક દિવસમાં ત્રણવાર હોટ ગેમ અને 3.3 નામની ગેમ પર 10,000 લગાવવા પર 225 રૂપિયા રોજના લોકોના એકાઉન્ટમાં જમા થતા હતા.

 

લોકો દ્વારા ફૂટબોલ ગેમ પર પૈસા લગાવતા હતા. તેમજ પાનકાર્ડ અને બેન્ક ડિટેલ એપ સાથે લિંક કરવાથી લોકોના પૈસા વિડ્રોલ પણ થતા હતા. મહિનાની 11થી 8 તારીખ સુખી એપમાંથી પૈસા વિડ્રોલ કરવા પર 10% કપાઈ જતા હતા, જ્યારે મહિનાની 9 અને 10 તારીખે પૈસા વિડ્રોલ કરવા પર પૂરેપૂરા પૈસા એકાઉન્ટમાં જમા થતા હતા. જેથી લોકો મહિનાથી 9 અને 10 તારીખે પૈસા વિડ્રોલ કરતા હતા અને આમ આ મહિને પણ લોકો 9 તારીખની રાહ જોઇને બેઠા હતા ત્યારે એપ બંધ થઈ જતા લોકોના પૈસા સલવાયા છે અને લોકોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!