બનાસકાંઠા સહીત ઉત્તર ગુજરાતમાં એરંડાના ભાવમાં આગ ઝરતી તેજી : ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી

- Advertisement -
Share

મોટાભાગની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં દૈનિક 200 થી 300 કરતાં વધુ બોરી એરંડાની આવક થઇ રહી છે

 

રોકડીયા પાક ગણાતા એરંડાનું ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, પાટણ અને સાબરકાંઠા જીલ્લામાં મોટાપાયે વાવેતર અને મબલખ ઉત્પાદન પણ થાય છે. તે એરંડાના ભાવમાં ફરી એકવાર આગ ઝરતી તેજી જોવા મળતાં ખેડૂતોમાં ખુશીની લહેર પ્રસરી છે.

ઓછા ઉત્પાદનના કારણે એરંડાના ભાવમાં રોજબરોજ તેજીનો તોખાર જોવા મળી રહ્યો છે. માર્કેટયાર્ડોમાં એરંડાનો ભાવ ફેબ્રુઆરી માસમાં પ્રથમવાર પ્રતિ 20 કિલોએ રૂ. 1,300 ને આંબી ગયો હતો.

 

જેથી વેપારીઓ દ્વારા ભાવ રૂ. 1,500 ને આંબી જવાની સંભાવના વ્યક્ત કરાઇ હતી. તે મુજબ હાલમાં એરંડાના ભાવ રૂ. 1,500 ને પાર કરી ગયા છે.

 

જેના પગલે મોટાભાગની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં દૈનિક 200 થી 300 કરતાં વધુ બોરી એરંડાની આવક થઇ રહી છે.

 

એરંડાના પોષણક્ષમ કરતાં પણ વધુ ઓલ ટાઇમ હાઇ ભાવ મળતાં એરંડાનું વાવેતર કરનાર ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
એક પખવાડીયા અગાઉ એરંડાના ભાવ રૂ. 1,300 ની આજુબાજુ હતા પરંતુ પ્રતિદિન તેના ભાવમાં ઉછાળો થતો રહ્યો છે અને હવે પ્રથમવાર સૌથી ઉંચા ભાવ મળતાં એરંડા માર્કેટયાર્ડોમાં ઠલવાઇ રહ્યા છે.

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!