એ.સી.બી. ટીમની સફળ ટ્રેપ : વિપક્ષનો ઉપનેતા જન્મ દિવસે જ લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો

- Advertisement -
Share

 

જામનગર મહાનગરપાલિકામાં વિપક્ષનો ઉપનેતા ફૂરકાન શેખ જન્મ દિવસે જ રૂ. 1,50,000 ની લાંચ લેતાં એ.સી.બી.ના હાથે રંગેહાથ ઝડપી પાડયો છે. ફૂરકાન શેખ અને વચેટીયાને જામનગર એ.સી.બી. કચેરી પર લઇ જઇ વધુ તપાસ હાથ ધરી છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, જામનગર મહાનગરપાલિકાના પટાંગણમાં જ એ.સી.બી. ની સફળ ટ્રેપ ફૂરકાન અકીલ શેખે ફરિયાદી પાસે લાંચની રકમ માંગી હોય ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો.

 

 

જેથી એ.સી.બી.ની ટીમે મંગળવારે બપોરના સમયે મહાનગરપાલિકાના પટાંગણમાં જ છટકું ગોઠવ્યું હતું. જેમાં બહુજન સમાજ પાર્ટીનો કોર્પોરેટર અને વિપક્ષનો ઉપનેતા ફૂરકાન શેખ અને વચેટીયો રૂ. 1,50,000 ની લાંચ લેતાં રંગેહાથ ઝડપાઇ ગયા હતા.

 

 

બસપાનો કોર્પોરેટર છે ફૂરકાન શેખ જામનગર શહેરના વોર્ડ નં. 6 માં બહુજન સમાજ પાર્ટીના 3 ઉમેદવારોનો વિજય થયો હતો. જેમાં એક ફૂરકાન શેખનો પણ સમાવેશ થાય છે.

 

મહાનગરપાલિકામાં વિપક્ષના હોદ્દેદારોની તાજેતરમાં જ વરણી કરાઇ હતી. જેમાં ફૂરકાન શેખને વિપક્ષનો ઉપનેતા બનાવવામાં આવ્યો હતો.

 

એ.સી.બી. દ્વારા પૂછપરછ હાથ ધરાઇ હતી. જામનગર મહાનગરપાલિકામાં સફળ ટ્રેપ કર્યાં બાદ એ.સી.બી.ના અધિકારીઓ ફૂરકાન શેખને લઇ જામનગર એ.સી.બી. કચેરી પર પહોંચી છે અને પૂછપરછ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!