પાલનપુરના એક ગામે અતિથિ માટે કડક નિયમો : ઘર બહાર કોરોનાનો રિપોર્ટ નેગેટિવ હશે તો જ ઘરમાં પ્રવેશના પોસ્ટર લગાવ્યા

- Advertisement -
Share

અમીરગઢ તાલુકાના ઇકબાલગઢમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે હવે ઘર આગળ જાગૃતિના બોર્ડ લગાવવા લાગ્યાં છે, જેમાં મહેમાનોને કોરોનાનો નેગેટિવ રિપોર્ટ સાથે હોય તો જ ઘરમાં પ્રવેશ કરવાનું બોર્ડ લગાવીને અન્ય લોકોને પણ કોરોના મામલે જાગ્રત રહેવા સલાહ આપી રહ્યા છે.

 

 

બનાસકાંઠામાં દિનપ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થયી રહ્યો છે. જિલ્લાનાં અનેક ગામોમાં કોરોનાએ મજબૂત પગપેસારો કર્યો છે, જેમાં અમીરગઢ તાલુકાના વેપારી મથક ઇકબાલગઢમાં પ્રવીણભાઈ અગ્રવાલ નામની વ્યક્તિએ તો ઘરમાં મહેમાનોને પ્રવેશવા પર પણ પ્રતિબંધ લગાવી દીધો.

 

 

જેમાં અત્યારે હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે, જેથી કોઈએ મહેમાનગતિએ આવવું નહીં, કારણ કે અમને અમારા પરિવારની ચિંતા છે અને અત્યંત જરૂરી હોય તો સાથે આરટી-પીસીઆરનો નેગેટિવ રિપોર્ટ સાથે લઈ આવવું, નહીંતર ઘરમાં પ્રવેશ મળશે નહીં. આવી રીતે બોર્ડ મારતાં કોરોના ગાઈડલાઈન્સનું પાલન પણ થાય છે. બીજી તરફ લોકોને જાગ્રત પણ કરવામાં આવી રહ્યા છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!