ડીસાની ડી.એન.પી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અમર સોશિયલ વેલ્ફેર એન્ડ ડેવલપમેન્ટ દ્રારા EWS વિદ્યાર્થીઓ માટે પોલીસ કોન્સ્ટેબલ માટેની પરિક્ષાની તૈયારી કરાવવા માટેના વર્ગોની શરૂઆત કરવામાં આવી છે.
ડીસા કોલેજના આચાર્ય, રાજુભાઇ રબારીનાં સુચન અનુસાર એન્ટ્રી ઈન સર્વિસ એન્ડ કેરિયર કાઉન્સેલિંગ સેલના કન્વિનર પ્રો. દિવ્યા જી. પિલ્લઈ દ્વારા આ NGOનો સંપર્ક કરીને વિદ્યાર્થીઓ માટે સળંગ બે મહિના સુધી પરીક્ષાની તૈયારી માટેના વર્ગોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વર્ગમાં બહારથી જુદા જુદા રિર્ષોશ પર્સન દ્રારા વિદ્યાર્થીઓને સઘન માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે હાલમાં 50 ઉપરાંતના વિદ્યાર્થીઓ આ તાલીમનો લાભ લઈ રહ્યા છે.
From – Banaskantha Update