અમદાવાદમાં 254 લોકો 10 મહિનામાં પશુઓના અડફેટે આવ્યા, કાગળ પર જ પશુ પકડવાની કાર્યવાહી

- Advertisement -
Share

અમદાવાદમાં રખડતા પશુઓનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે બીજી બાજુ લોકો પશુઓના અડફેટ આવી રહ્યા છે. અમદાવાદમાં છેલ્લા 10 મહિનાની અંદર 254 જેટલા લોકો રખડતા પશુઓના અડફેટે આવ્યા છે. જેમાં કેટલાકનો જીવ પણ રખડતા પશુઓના કારણે ગયો છે. ત્યારે બીજી બાજુ કોર્પોરેશન દ્વારા નામની જ કાર્યવાહી થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે. કોર્પોરેશન સીએનસીડી વિભાગ એક બાજુ પશુઓ પકડવાનો દાવો કરે છે ત્યારે બીજી બાજુ પશુઓ રોડ રસ્તા પર જ જોવા મળી રહ્યા છે.

ખાસ કરીને કેટલાક વિસ્તારોની અંદર નો કેટલ ઝોન જાહેર કરાયા છે. મોટા દંડ પણ કોર્પોેરેશન દ્વારા નક્કી કરાયા છે છતાં પણ પશુઓ શહેરમાં રખડતા જોવા મળી રહ્યા છે.
છેલ્લા કેટલાક દિવસથી રખડતા પશુઓનો ત્રાસ પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં વધી રહ્યો છે. તેમાં પણ પૂર્વમાં વધુ રખડતા પશુઓ ચોમાસા દરમિયાન જોવા મળી રહ્યા છે. પૂર્વ વિસ્તારમાં ગત જુલાઈ મહિનાની અંદર એક આધેડનો જીવ પણ ગયો હતો ત્યારે રખડતા પશુઓનો ત્રાસ પણ દિવસેને દિવસે વધી રહ્યો છે. ખાસ કરીને ચોમાસામાં આ પશુઓ રખડતા વધુ જોવા
મળી રહ્યા છે. જેમાં ઘાસચારો ચરવાના હેતુસર પશુઓ ખુલ્લા ફરી રહ્યા છે. જેમાં જાહેર માર્ગો પર પશુઓ વાહનોની વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. અત્યાર સુધી ઘણા એવા પશુઓ પણ છે કે જેના માલિકોને મોટો દંડ પણ કરાયો છે ત્યારે અગાઉ પશુઓ પકડવા મામલે તકરાર પણ જોવા મળતી હતી. ત્યારે પશુ નિયંત્રણ કાયદાને પણ અત્યાર પૂરતો મોકુફ રખાયો છે.  ગઈ કાલે જ વડોદરામાં મોડી રાત્રે એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો છે. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકામાં પણ રખડતા પશુઓનો આતંક યથાવત છે.


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!