ડીસાની સિંચાઇ વિભાગની ઓફીસમાં આગ ભભૂકી ઉઠતાં દોડધામ

- Advertisement -
Share

ડીસાની ફાયર-ફાઇટરની ટીમ ઘટનાસ્થળે દોડી આવી સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી

 

ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠેર-ઠેર આગ લાગવાની ઘટનાઓમાં દિન-પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે બુધવારે ડીસા હાઈવે પર આવેલ સિંચાઇ વિભાગના રેકર્ડ કચેરીમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી.
જયારે રેકર્ડ કચેરીમાંથી આગના ધૂમાડા ગોટેગોટા નીકળતાં કચેરીના સ્ટાફ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી તાત્કાલીક અસરથી ડીસા નગરપાલિકાના ફાયર-ફાઇટરને જાણ કરતાં ડીસા ફાયર-ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા હતા.
પરંતુ વીજ લાઈન ચાલુ હોઈ થોડીવાર માટે આગને કાબૂમાં લેવાનું મુશ્કેલ બની ગયું હતું. જો કે, ડીસા વીજ કચેરીના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચી વીજ પુરવઠો બંધ કરતાં ફાયર-ફાઇટર દ્વારા આગને કાબૂમાં લીધી હતી.

 

જયારે સિંચાઇ વિભાગની કચેરીમાં વર્ષોથી મૂકવામાં આવેલ તમામ રેકર્ડ બળીને ભષ્મીભૂત થઈ ગયા હતા. જેથી સિંચાઇ વિભાગના અધિકારીઓમાં ચિંતામાં મૂકાઇ ગયા હતા.
ત્યારે સિંચાઇ વિભાગના ઈજનેરે જણાવ્યું હતું કે, શોર્ટ-સર્કીટથી આગ લાગી હોવાનું જણાવ્યું હતું. જ્યારે લોકોમાં ચર્ચાએ જોર પકડયું હતું કે, સરકારી કચેરીઓમાં જ્યારે પણ આગ લાગવાની ઘટના બને છે. ત્યારે રેકર્ડ શાખામાં આગ લાગે છે.
જેથી અનેક શંકા-આશંકા વર્તાય છે. જ્યારે વર્ષોથી સિંચાઈ વિભાગ કચેરીના તમામ રેકર્ડ જે રૂમમાં મૂકવામાં આવ્યા છે. જેથી એ જ રેકર્ડ રૂમમાં આગ લાગતાં તમામ રેકર્ડ બળીને ખાખ થઈ ગયા છે. ત્યારે આગ લાગી કે લગાવી તેની તપાસ કરવામાં આવે તે પણ ખૂબ જ જરૂરી છે.

 

 

From-Banaskantha update

 

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!