થરાદના નારોલી આરોગ્ય કેન્દ્રમાં લોકોને વેક્સીન ન અપાતાં હંગામો મચાવ્યો

- Advertisement -
Share

થરાદ તાલુકાના નારોલી ગામમાં આરોગ્ય કેન્દ્રમાં વેક્સીન આપવાની કામગીરી હાથ ધરાઇ છે. જેમાં શુક્રવારે સવારથી લોકો લાઇનમાં ઉભા રહેતાં વેક્સીન ન આપતાં હંગામો મચાવ્યો હતો. જ્યારે સગા-સબંધીઓને વેક્સીન માટે દરવાજા ખુલ્લા રખાયા હતા. વેક્સીન આપતો સ્ટાફ નારોલી મેડીકલ ઓફીસર સામે પણ જીભાજોડી કરતો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વેક્સીનેસન માટેનો સ્ટાફ વેક્સીન આપવામાં વ્હાલા-દવાલા નીતિ અપનાવતાના ગંભીર આક્ષેપો પણ થઇ રહ્યા છે.

[google_ad]

 

સ્થાનિકોએ વેક્સીન આપનાર સ્ટાફની મનમાની સામે કલેકટરને રજૂઆત કરવાની ચિમકી ઉચ્ચારી છે. સરહદી વિસ્તારમાં વેક્સીન આપવા બાબતે આરોગ્યકર્મીની મનમાની સામે અનેક સવાલો ઉઠ્યા છે.

[google_ad]

 

આ અંગે લોકોએ જણાવ્યું હતું કે, ‘નારોલી ગામમાં આરોગ્ય કેન્દ્રમાં વેક્સીન આપવાની કામગીરી હાથ ધરાતા જેમાં શુક્રવારે સવારથી લોકો લાઇનમાં ઉભા રહેતાં વેક્સીન ન આપતાં હંગામો મચાવ્યો હતો. જ્યારે સગા-સબંધીઓને વેક્સીન માટે દરવાજા ખુલ્લા રખાયા હતા. જ્યારે સ્થાનિકોએ કંટાળી વેક્સીન આપનાર સ્ટાફની મનમાની સામે કલેકટરને રજૂઆત કરવાની ચિમકી ઉચ્ચારી છે.’

[google_ad]

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!