બનાસકાંઠાને પણ તૌક્તે વાવાઝોડે ઘમરોળી નાખ્યો : ખેડૂતોને મોટું નુકસાન થયું

- Advertisement -
Share

તૌકતે વાવાઝોડાની અસરથી બનાસકાંઠા જિલ્લો પણ બાકાત રહી શકયો નથી મોડી રાત્રે આવેલા વાવાઝોડાએ બનાસકાંઠા જિલ્લાના પણ કેટલાક વિસ્તારોને ઘમરોળી નાખ્યો હતો અને ભારે પવનને કારણે અનેક જગ્યાએ બાજરીના પાક ઢળી પડતા ખેડૂતોને મોટું નુકસાન થયું હતું.

 

 

 

 

મોડી રાત્રે આવેલા વાવાઝોડાની બનાસકાંઠા જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં અસર થઇ હતી જેમાં સૌથી વધુ બાજરીના પાકને નુકસાન થયું છે. ભારે પવન અને વરસાદના કારણે અનેક જગ્યાએ બાજરીનો ઉભો પાક પડી ગયો હતો ખાસ કરીને ડીસા-પાલનપુર અને અમીરગઢ તાલુકાના કેટલાક વિસ્તારોમાં પવનના કારણે બાજરીનો તૈયાર થયેલો પાક ઢળી પડ્યો હતો.

 

 

 

 

બનાસકાંઠા જિલ્લામાં ઉનાળામાં સૌથી વધુ બાજરીનું વાવેતર થાય છે અને ભારે પવન અને વરસાદના કારણે બાજરીનું વાવેતર કરેલા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીના કારણે ખેડૂતોને અનેક ઘણું નુકસાન થયું હતું. આ વર્ષે બિયારણ અને ખાતરના ભાવ પણ ડબલ થઇ ગયા છે તેવામાં મોંઘાદાટ બિયારણ અને ખાતર લાવીને ખેડૂતોએ દિવસ-રાત મજૂરી કરી બાજરીનો પાક તૈયાર કર્યો હતો પરંતુ હવે ખેડૂતોના મોંમા આવલો કોળીયો વાવાઝોડાના કારણે છીનવાઈ જતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.

 

 

 

 

બનાસકાંઠામાં ઉનાળામાં સૌથી વધુ બાજરીનું વાવેતર થાય છે અને આ વર્ષે ઉનાળામાં 1.66 લાખ હેક્ટરમાં બાજરી વાવેતર થયું હતું જેમાં સૌથી વધુ વાવેતર ડીસા અને અમીરગઢ પંથકમાં થાય છે ત્યારે વાવાઝોડાના કારણે બાજરીના પાક ધરાશયી થઈ જતાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ત્યારે હવે સરકાર અસરગ્રસ્ત ખેડૂતોને સહાય કરે તેવી ખેડૂતોની માંગ છે.

 

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!