ગુજરાતમાં કોરોનાનું બન્યો બેકાબૂ, નવો મ્યૂટન્ટ વધુ ઘાતક, ત્રીજા દિવસે જ વાઇરસ ફેફસાંમાં ઊતરી જાય છે :

- Advertisement -
Share

અમદાવાદ, સુરત સહિત રાજ્યમાં ફરી એક વાર કોરોના બ્લાસ્ટ થયો છે, નવા મ્યુટન્ટ અંગેના અભ્યાસ બાદ એવી બાબતો સામે આવી છે કે, પહેલાં જે કોરોના હતો તે 7-8 દિવસ સુધી ગળા ને નાકના ભાગમાં રહેતો હતો અને એ પછી ફેફસાં સુધી પહોંચતાં ન્યુમોનિયા થતો હતો.

આઈએમએ સાથે સંકળાયેલા તબીબો કહે છે કે, કોરોનાના નવા સ્વરૂપે જોખમ વધાર્યું છે. કોરોનાના નવા લક્ષણોમાં ઝાડા ઉલટી આંખોમાં બળતરાના કિસ્સા પણ સામે આવ્યા છે, બાળકો અને મહિલાઓમાં પણ ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે, જે જોખમી અન ઘાતક બાબત છે.

જોકે નવા મ્યુટન્ટમાં એટલે કે કોરોનાએ જે નવું સ્વરૂપ ધારણ કર્યું છે તેમાં કોરોના વાયરસ જે તે દર્દીના ફેફસાં સુધી ત્રીજા દિવસે જ પહોંચી જાય છે અને ન્યુમોનિયા ડેવલપ થાય છે, આ સ્થિતિમાં ગંભીર પ્રકારના કેસો વધવાની સાથે જોખમ વધ્યું છે, તેમ ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન (આઈએમએ)ની ગુજરાત બ્રાંચના પૂર્વ પ્રમુખ ડો. ચંદ્રેશ જરદોશે જણાવ્યું હતું.

નવા મ્યુટન્ટની નવી ખૂબીએ ચિંતામાં વધારો કર્યો છે. આપણે ત્યાં વધુમાં વધુ લોકોનું ઝડપી વેક્સિનેશન થાય તો હર્ડ ઈમ્યુનિટી ડેવલપ થઈ શકે તેમ છે, એ પછીયે વાયરસ નવા સ્વરૂપ ધારણ કરે એ ત્યારની વાત છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં રસીની કોઈ અછત સર્જાઈ નથી, સિવિલમાં કોવિડ વિરોધી રસીનો પૂરતો જથ્થો છે, બીજી તરફ સુરતના કેટલાક કેન્દ્રો પર રસી પહોંચી ન હોવાની બુમરાણ છે, એવી જ સ્થિતિ અમદાવાદના કેટલાક કેન્દ્રો પર હોવાનું સૂત્રો કહે છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!