ડીસામાં એસ.બી.આઇ. બેંકનું એ.ટી.એમ. મશીન 2 અજાણ્યા શખ્સોએ તોડયો : તસ્કરોને ખાલી હાથે પરત ફરવું પડયું

- Advertisement -
Share

 

ડીસાના ફૂવારા સર્કલ નજીક આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની બેંકની બાજુમાં એસ.બી.આઇ. એ.ટી.એમ. મશીનમાં 2 અજાણ્યા શખ્સોએ એ.ટી.એમ. મશીન તોડી અને નાની ચોરી કરવાની કોશિશ કરતાં ચકચાર મચી ગઇ હતી. આ અંગે ડીસા દક્ષિણ પોલીસ મથકે 2 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

 

ફાઇલ ફોટો

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી ચોરી અને લૂંટના ગુનામાં સતત ચિંતાજનક વધારો થઇ રહ્યો છે.

 

ફાઇલ ફોટો

 

ખાસ કરીને ડીસામાં તો ચોર ટોળકી સક્રીય બની હોય તેમ એક બાદ એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. એક તરફ શિયાળો પૂરો થવા જઇ રહ્યું છે.

 

ફાઇલ ફોટો

 

ત્યારે બીજી તરફ ચોરીની ઘટનામાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે ડીસા શહેરના ફૂવારા સર્કલ નજીક આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા બેંકની બાજુમાં આવેલ એ.ટી.એમ.મશીનમાં ચોરી કરવાની ઘટના સામે આવી છે.

 

ફાઇલ ફોટો

 

જેમાં એસ.બી.આઇ. બેંકના બ્રાન્ચ મેનેજર કૌશલેન્દ્રસિંહ યાદવે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ફૂવારા સર્કલ નજીક આવેલ એ.ટી.એમ. મશીનમાં કોઇ અજાણ્યા શખ્સો દ્વારા છેડછાડ કરી હોવાની જાણ બેંકમાં ફરજ બજાવતા વિજયભાઇ અને જયેશભાઇએ બ્રાન્ચ મેનેજરને કરી હતી.

 

જે બાદ એ.ટી.એમ. મશીનમાં લગાવેલા સી.સી.ટી.વી. કેમેરા ચેક કરતાં 2 અજાણ્યા શખ્સોએ એ.ટી.એમ. મશીનને ચાવીથી ખોલવાનો પ્રયત્ન કર્યો હતો.

 

પરંતુ એ.ટી.એમ. મશીન ખૂલે નહીં જે વાત બીજા બે એ.ટી.એમ. મશીને ઉપરના ભાગેથી બળજબરીપૂર્વક ખેંચી બે મશીન ઉપરના મોનિટરના હુડ તોડી નાખ્યા હતા. જે બાદ મોનિટરના હુડ બંધ કર્યાં હતા.

 

પરંતુ કોઇ ચીજવસ્તુ કે રોકડ રકમ તેમાંથી નીકળી ન હતી. ત્યારબાદ એ.ટી.એમ.મશીનમાંથી તેઓ બંને શખ્સો ત્યાંથી નીકળી ગયા હતા.

 

આ અંગે તાત્કાલીક બ્રાન્ચ મેનેજરને જાણ કરતાં તેઓએ આ અંગે ડીસા દક્ષિણ પોલીસ મથકે 2 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે સી.સી.ટી.વી. કેમેરાના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!