માલગઢમાં ખોડલ જન્મ જયંતિની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઇ

- Advertisement -
Share

 

મહા સુદ એટલે કે આઇ શ્રી માં ખોડીયારની જન્મ જયંતિની ડીસા તાલુકાના માલગઢ ગામની કુડાવાળી ઢાંણીમાં ફૂલોના શણગારથી હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઇ હતી.

 

 

જેમાં સોમવારે રાત્રે ભજન સંધ્યા (ડાયરો) રાજસ્થાનના પ્રખ્યાત કલાકાર તરીકે સોનુ સિસોદીયા અને માલગઢના મંચ સંચાલક ગણપતભાઇ એસ. ભાટીએ મોડી રાત સુધી ભાવિક ભક્તજનોને ડોલાવ્યા હતા.

 

 

જ્યારે દાતાઓએ દાનની સરવાણી વહાવી હતી. જ્યારે મંગળવારે સવારથી દર્શનાર્થીઓએ માતાજીના દર્શન બાધા-આખડી પૂર્ણ કરવા અર્થે તલની સાની અને લાપસી તેમજ નારીયેળનો પ્રસાદ ધરાવતા હતા.

 

 

જ્યારે સમસ્ત ગ્રામજનો અને આઇ શ્રી ખોડીયાર યુવક મંડળ દ્વારા દર્શનાર્થીઓને ભોજન પ્રસાદમાં 151 કિલોથી વધુની લાપસી પ્રસાદ વહેંચી ધન્યતા અનુભવી હતી.

 

 

આ પ્રસંગને સફળ બનાવવા સમસ્ત ગ્રામજનો અને આઇ શ્રી ખોડીયાર યુવક મંડળ દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી. જો કે, કોરાનાની મહામારીના કારણે સોશિયલ ડીસ્ટન્સ જાળવી ભક્તજનોએ દર્શન અને ભોજન પ્રસાદનો લ્હાવો લઇ ધન્યતા અનુભવી હતી.

 

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!