ડીસાના રામસણમાં પરંપરા મુજબ 200 વર્ષથી હોળી પ્રગટાવાતી નથી : વર્ષો પહેલાં હોળી પ્રગટાવવાથી 2 વખત આગ લાગી હતી

- Advertisement -
Share

 

ડીસા તાલુકાના રામસણ ગામમાં છેલ્લા 200 વર્ષથી વધુ સમયથી હોલિકા દહનનો કાર્યક્રમ રાખવામાં આવતો નથી. પૂર્વજો દ્વારા જ હોલિકા દહન ગામમાં થતું ન હોઇ અત્યારે આધુનિક સમયમાં પણ ગામમાં હોળી પ્રગટાવવામાં આવતી નથી.

 

 

ડીસા તાલુકાના રામસણના રામેશ્વર મહાદેવના પૂજારી રમેશભારથીએ જણાવ્યું હતું કે, ‘રામસણ ગામમાં અનેક લોકવાયકાઓના કારણે વર્ષોથી ચાલી આવતી પરંપરાને આજદિન સુધી તોડવામાં આવી નથી.

 

જેના કારણે ગામના લોકો હોળી પ્રગટાવતા નથી. વર્ષો પહેલાં હોળી પ્રગટાવવાથી રામસણ ગામમાં 2 વખત આગ લાગી હતી. જે બાદ ગામમાં ક્યારે પણ હોળી પ્રગટાવવામાં આવી નથી. પૂર્વજો દ્વારા ચાલી આવતી આ પરંપરાને આજે પણ 21 મી સદીમાં પણ અકબંધ રાખવામાં આવી છે.’

 

આ અંગે રામસણના સરપંચ રમેશસિંહ દરબારે જણાવ્યું હતું કે, ‘છેલ્લા કેટલાંય વર્ષોથી હોળીની ઉજવણી હોલિકા દહનનો કાર્યક્રમ કરતાં નથી. ગામમાં એક જગ્યા પર છાણાનો ધૂવો કરી નવજાત શિશુઓને તેની ફરતે ફેરવવામાં આવે છે. વર્ષોથી ચાલી આવતી પરંપરાને અમે આજે તોડી નથી. આજે પણ ગામમાં હોલિકા દહનનો કાર્યક્રમ થતો નથી.’

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!