પાંથાવાડામાં ખેતરમાં કામ કરતી 14 વર્ષીય બાળકી પર ખેતર માલીકે દુષ્કર્મ આચર્યું

Share

પાંથાવાડાના આરખી ગામે 14 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતા પાંથાવાડા પોલીસે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પ્રતીકાત્મક તસવીર

બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડાના આરખી ગામે સુરેશ ચૌધરીના ખેતરમાં એક વિધવા મહિલા ભાગીયા તરીકે ખેતરમાં કામ કરતી હતી. આ વિધવા મહિલાની 14 વર્ષીય દીકરી ખેતરે હતી.

આરોપી

તે દરમિયાન સુરેશ પટેલ નામના શખ્સે 14 વર્ષીય બાળકી એકલી હોવાથી તેનો લાભ ઉઠાવી સુરેશ ચૌધરી નામના શખ્સે 14 વર્ષીય દીકરી સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ બાળકીની તબિયત લથડતાં તેને સારવાર માટે પાથાવાડા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

જે બાદ 14 વર્ષીય દીકરીની વિધવા માતાને તેની દીકરીએ સમગ્ર ઘટનાની જાણ કરતા 14 વર્ષીય દીકરીની માતાએ સુરેશ ચૌધરી નામના શખ્સ વિરુદ્ધ પાથાવાડા પોલીસ મથકે 376(3) પોસ્કો 4.5 એટ્રોસિટી 3(2)5,3(1)w(1) મુજબ ગુનો નોંધાવતા પાંથાવાડા પોલીસે ગણતરીના કલાકોના ઝડપી પાડી સુરેશ ચૌધરી નામના શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share