ધાનેરા રમુંણ પાસે સરકારી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત, એકનું મોત

Share

ધાનેરા રમુંણ પાસે મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો. સરકારી વોલ્વો બસ અને દૂધ ટેન્કર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ટેન્કર ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું.

બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં દિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે મોડી રાત્રે ધાનેરાના રમુંણ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની વાત કરવામાં આવે તો ડીસા ધાનેરા રોડ પર મોડી રાત્રે અમદાવાદ ધાનેરા વોલ્વો બસ અને દૂધના ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં દૂધના ટેન્કર ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું.

અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. અકસ્માતમાં વોલ્વો બસમાં બેઠેલ 10 પેસેન્જરનો આબાદ બચાવ થયો હતો. તેમજ બસ ચાલક અને કન્ડક્ટરને ઇજા થઇ હતી જેમને સારવાર માટે 108 મારફતે ધાનેરા રેફરલ સારવાર માટે ખસેડાયા હતા. તેમજ આગથળા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

 

From – Banaskantha Update


Share