પોલીસે કુલ રૂ. 6,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો
પાલનપુરમાં જૂના ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં એક દુકાન બહાર 3 શખ્સો મોબાઇલ પર રૂપિયાની હાર-જીત માટે ઓનલાઇન ક્રિકેટ અને કસીનોની વિવિધ ગેમોનો સટ્ટો રમતાં હોય તેવી બાતમીના આધારે
પોલીસની ટીમે આ ત્રણેય શખ્સોની અટકાયત કરી હતી. જયારે પોલીસે કુલ મુદ્દામાલ જપ્ત લઇ આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, પાલનપુરમાં જૂના ટેલિફોન એક્સચેન્જ વિસ્તારમાં એક દુકાન આગળ 3 શખ્સો મોબાઇલ પર ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમી રહ્યા હોવાની બાતમી પોલીસને મળી હતી.
જે બાતમીના આધારે પોલીસની ટીમે ઓચિંતી રેડ કરીને મોબાઇલ પર આઇડી બનાવી ક્રિકેટ મેચ અને કસીનોની વિવિધ ગેમો પર રૂપિયાની હાર-જીત પર સટ્ટો રમતાં કલ્પેશ ગોવિંદભાઇ ચૌહાણ (રહે. તીનબત્તી
હાલ રહે.ગોવિંદાનગર, લાલવાડા રોડ, પાલનપુર), મયુર ઉર્ફે ભોલો પ્રવિણભાઇ મોદી (રહે.ગોવિંદાનગર, લાલવાડા રોડ, પાલનપુર) અને ભાયચંદ મોતીભાઇ પ્રજાપતિને સટ્ટો રમતાં ઝડપી પાડયા હતા.
જે બાદ તેમની પાસેથી રૂ. 6,000 ની કિંમતના 2 મોબાઇલ અને રૂ. 100 રોકડ રકમ મળી કુલ 6,100 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે પાલનપુર પૂર્વ પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
From-Banaskantha update