ડીસામાં આવતીકાલે મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારી સામે કોંગ્રેસે બંધનું એલાન આપ્યું : જનતાને સાથ આપવા વિનંતી કરાઇ

- Advertisement -
Share

ભાજપ સરકાર મોંઘવારીને નાથવામાં સદંતર નિષ્ફળ નીવડી છે : તમામ લોકો ધંધા-રોજગાર બંધ રાખે અને કોંગ્રેસના એલાનને સફળ બનાવે તેવી કોંગ્રેસ આગેવાનોએ લોકોને વિનંતી કરી છે

 

ડીસામાં શુક્રવારે કોંગ્રેસ આગેવાનોની બેઠક યોજાઇ હતી. જેમાં આવતીકાલે ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં બંધનું એલાન આપવામાં આવ્યું છે.
મોંઘવારી ભ્રષ્ટાચાર અને બેરોજગારી જેવી સમસ્યાઓ મામલે સરકારને જગાડવા માટે આવતીકાલે બંધના એલાનને સફળ બનાવવા કોંગ્રેસે જનતાનો સહકાર માંગ્યો છે.

છેલ્લા ઘણા સમયથી મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીની સમસ્યાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. જીવન જરૂરીયાતની ચીજ વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચતા સામાન્ય વ્યક્તિની કમર તૂટી ગઇ હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.

ત્યારે બીજી તરફ ભાજપ સરકાર મોંઘવારીને નાથવામાં સદંતર નિષ્ફળ નીવડી છે. જેના વિરોધમાં શુક્રવારે ડીસામાં કોંગ્રેસ આગેવાનોને બેઠક યોજાઇ હતી.
જેમાં કોંગ્રેસ આગેવાનો દ્વારા આવતીકાલે બંધનું એલાન આપ્યું છે. ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં આવતીકાલે વહેલી સવારથી જ તમામ લોકો ધંધા-રોજગાર બંધ રાખે અને કોંગ્રેસના એલાનને સફળ બનાવે તેવી કોંગ્રેસ આગેવાનોએ લોકોને વિનંતી કરી છે.

 

આ અંગે ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઇ દેસાઇ અને ડીસાના પૂર્વ નગરપાલિકા પ્રમુખ વિપુલભાઇ શાહે જણાવ્યું હતું કે, ‘સરકાર સામાન્ય વ્યક્તિની કોઇ જ વાત ધ્યાને લેતી નથી.
રોજેરોજ વધી રહેલી મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચારમાં આમ જનતા પીસાઇ રહી છે. ત્યારે હવે લોકોએ પણ સરકારને જવાબ આપવાનો સમય આવી ગયો છે અને આવતીકાલના બંધના એલાનને સફળ બનાવી ઉંઘતી ભાજપ સરકારને જગાડવાનો પ્રયાસ થાય તે જરૂરી છે.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!