બનાસકાંઠા એલ.સી.બી. પોલીસે દાંતીવાડાના આરખી નજીકથી દારૂ ભરેલી આઇશર ટ્રક સાથે એક શખ્સને ઝડપ્યો

Share

 

બનાસકાંઠામાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો માહોલ જામ્યો છે. જો કે, બીજી તરફ દારૂની હેરાફેરી પણ વધી છે. જેને લઇ બનાસકાંઠા પોલીસ સતર્ક બની છે. ગુરૂવારે એલ.સી.બી. પોલીસે પાંથાવાડા વિસ્તારમાંથી દારૂ ભરેલી આઇશર ટ્રક ઝડપી પાડી છે.

 

 

પોલીસે રૂ. 7,16,400 ની કિંમતની દારૂની 1044 બોટલો ઝડપી પાડી કુલ રૂ. 19,23,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે એક શખ્સને ઝડપી પાડયો છે. આ અંગે પાંથાવાડા પોલીસે શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી ધરી છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠાની એલ.સી.બી. પોલીસ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમીના આધારે ગુરૂવારે દાંતીવાડા તાલુકાના આરખી ગામ નજીક નાકાબંધી કરી એક દારૂ ભરેલી આઇશર ટ્રક ઝડપી પાડી છે. ટ્રકમાં ચોરખાનું બનાવી 1,000 થી વધુ બોટલો સંતાડી હતી. પોલીસે ટ્રકને ઝડપી તેમાંથી 1044 દારૂની બોટલો જપ્ત કરી છે.

 

 

એલ.સી.બી. પોલીસને ખાનગી બાતમી મળતાં ગુંદરી હાઇવે તરફથી એક આઇશર ગાડી નં. PB-13-AB-9011 માં વિદેશી દારૂ ભરી અમદાવાદ તરફ જઇ રહી છે. જે બાતમીના આધારે પોલીસે દાંતીવાડા તાલુકાના આરખી ગામ નજીક નાકાબંધી કરી ગાડીને ઝડપી પાડી હતી. ગાડીના ચાલક સુરજીતસિંગ ચરણસિંગ કંભોજે પોતાની આઇશર ગાડીમાં ગુપ્તખાનું બનાવી દારૂની બોટલો સંતાડી હતી.

 

 

પોલીસે 1044 જેટલી દારૂની બોટલો જેની કિંમત રૂ. 7,16,400 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે દારૂની બોટલો સહીત કુલ રૂ. 19,23,800 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે એક શખ્સને ઝડપી પાડયો છે. આ અંગે પાંથાવાડા પોલીસે શખ્સ સામે પ્રોહીબીશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share