ડીસાના ભાચરવા નજીક ટ્રેલર અને પીકઅપ જીપડાલા વચ્ચે અકસ્માતમાં પીકઅપ જીપડાલા ચાલકનું મોત

- Advertisement -
Share

 

ડીસા તાલુકાના વિઠોદર-ભાચરવા રોડ પર ભાચરવા નજીક ગુરૂવારે વહેલી સવારે ટ્રેલર અને પીકઅપ જીપડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં પીકઅપ જીપડાલા ચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું કરૂણ મોત નિપજ્યું હતું. આ અંગે ડીસા તાલુકા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધ્યો છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, બનાસકાંઠા જીલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. ગુરૂવારે વહેલી સવારે ડીસા તાલુકાના ભાચરવા નજીક ટ્રેલર અને પીકઅપ જીપડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં પીકઅપ જીપડાલા ચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું કરૂણ મોત નિપજ્યું હતું.

 

 

ત્યારે ડીસાના રીજમેન્ટમાં રહેતાં મૂળ રહે. ફૂલાસર, તા.ભણીયાણા, જી.જેસલમેર, રાજસ્થાનના બાબુસિંહ ગોરધનસિંહ રાજપુરોહીત પોતાનું પીકઅપ જીપડાલું નં. GJ-10-TV-5021 લઇ ગુરૂવારે વહેલી સવારે વિઠોદર તરફથી ભાચરવા તરફ જઇ રહ્યા હતા.

 

 

તે દરમિયાન પૂરઝડપે ગફલતભર્યું ડ્રાઇવીંગ કરી આવી રહેલા ટ્રેલર નં. RJ-42-GA-0502 ના ચાલકે પીકઅપ જીપડાલાને ધડાકાભેર ટક્કર મારતાં પીકઅપ જીપડાલા ચાલકનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું કરૂણ મોત નિપજ્યું હતું.

 

 

આ બનાવના પગલે ઘટનાસ્થળે લોકો દોડી આવ્યા હતા. તાત્કાલીક ડીસા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી. મૃતકની લાશને ડીસા સિવિલ હોસ્પિટલમાં પી.એમ. અર્થે ખસેડાઇ હતી.

 

 

આ અંગે મૃતકના મામાના દીકરા ઉત્તમસિંહ ભગવાનસિંહ રાજપુરોહીતે ડીસા તાલુકા પોલીસ મથકે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!