બનાસકાંઠાના થરામાં ચેઈન સ્નેચીંગ કરી નાસવા જતાં શખ્સને મેથીપાક ચખાડી પોલીસના હવાલે કરાયો

- Advertisement -
Share

થરામાં તક્ષશિલા સોસાયટીમાં રવિવારે બે શખ્સો આવી એક યુવતીના ગળામાંથી સોનાનો દોરો તોડતાં યુવતીએ બુમાબુમ કરતાં સોસાયટીના રહીશો દોડી આવ્યા હતા અને સોનાનો દોરો તોડીને ભાગવા જતાં શખ્સને પકડી મેથીપાક ચખાડી પોલીસને હવાલે કરાયો હતો. જ્યારે એક શખ્સ નાશી છૂટવામાં સફળ રહ્યો હતો.

 

 

તક્ષશિલા સોસાયટીમાં રહેતાં મેનાબેન શંકરભાઇ પ્રજાપતિ તેમજ તેમની પૌત્રી અવનીબેન ભરતભાઇ પ્રજાપતિ રવિવારે તેમના ઘરે બહાર આરામ કરતા હતા. ત્યારે બે અજાણ્યા શખસો ઘરની આગળ ઉભેલા જોતા અવનીબેને કેમ અહી આવીને ઉભા છો કોનું કામ છે.

 

 

ત્યારે એક શખસે જણાવ્યું હતું કે અમારે પાણી પીવું છે, અવનીબેને કહ્યું હું પાણી લઇને આવું છું તમે દૂર ઉભા રહો તેમ કહેવા છતાં એક શખ્સ વધુ નજીક આવતાં અવનીબેન આવનાર શખ્સની દાનત પારખી જતાં બુમાબુમ કરતાં સોસાયટીના રહીશો આવે તે પહેલાં અવનીબેન સાથે ઝપાઝપી કરી અવનીબેનના ગળામાં રહેલી સોનાની ચેન તોડી નાસવાનો પ્રયત્ન કર્યો.

 

 

નાસવા જતાં સોસાયટીના રહીશોએ ચેઇન સ્નેચિંગ કરવા આવેલા શખસને ઝડપી પાડયો હતો અને તેને મેથીપાક ચખાડી પોલીસ હવાલે કર્યો હતો. જ્યારે તેની સાથે રહેલો અન્ય એક શખ્સ ભાગી છુટવામાં સફળ રહ્યો હતો. આ શખ્સને થરા પોલીસ મથકે લાવતાં ટોળેટોળા ઉમટી પડયા હતા. થરા પોલીસે શખ્સની વધુ પુછપરછ હાથ ધરી હતી.

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!