અમીરગઢ બોર્ડર પરથી પોલીસે અંદાજિત 1 કરોડથી વધુનું ચરસ ઝડપી પાડ્યુ

- Advertisement -
Share

 

બનાસકાંઠા પોલીસે અમીરગઢ બોર્ડર પર ચેકિંગ હાથ ધર્યુ હતું. આ દરમિયાન પોલીસને મોટી સફળતા મળી છે. અમીરગઢ પોલીસે ગુજરાત બોડર પર રાજસ્થાન તરફથી આવતી સફેદ કલરની ગાડીમાંથી 14 કિલો ચરસ સાથે એક ઇસમને ઝડપી પાડયો છે. આ ચરસની કિંમત અંદાજીત 1 કરોડ 46 લાખની હોવાની શક્યતા છે. એસઓજી અને એફએસએલ દ્વારા ચરસ કબજે લઈ અમીરગઢ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

અમીરગઢ બોર્ડર પરથી પોલીસ ચેકીંગ દરમિયાન અવારનવાર મોટા પ્રમાણમાં દારૂ ઝડપાતો હોય છે. જોકે, આ વખતે પોલીસે ચેકિંગ દરમિયાન મોટા પ્રમાણમાં ચરસ ઝડપી પાડ્યું છે. રાજસ્થાન તરફથી ગુજરાત બોર્ડર પર સફેદ કલરની ગાડી આવી રહી હતી. જેને પોલીસે ચેક કરતા ગાડીની ડીકીમાંથી મોટા પ્રમાણમાં ચરસ મળી આવ્યું હતું. જેને લઈ અમીરગઢ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

 

 

અમીરગઢ એસ.ઓ.જી અને એફએસએલની ટીમે તાત્કાલિક ગાડીને કબજે લઈ અંદાજિત 14 કિલો જેટલું ચરસ કબ્જે કર્યુ છે. જેની કિંમત અંદાજિત 1 કરોડ 46 લાખ હોવાની શક્યતા છે. પોલીસે ચરસની સાથે સાથે એક ઈસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!