એ.એસ.આઇ. એ મારામારીના કેસમાં ફરિયાદીને લોકઅપમાં ન રાખવા અને માર ન મારવા રૂ. 50,000 ની લાંચ માંગી હતી
ગુજરાત પોલીસમાં સૌથી વધુ ભ્રષ્ટાચારના કિસ્સા ગૃહ વિભાગમાં હોય છે તેની સાથે તેઓ ભ્રષ્ટાચાર કરીને અન્ય અધિકારીઓને શરમમાં નાખતા હોય તેવી અનેક વખત વિગતો સામે આવી છે.
આ બધાની વચ્ચે અમદાવાદના નારણપુરાનો એ.એસ.આઇ. રૂ. 50,000 ની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડયો છે.
મારામારીના કેસમાં ઝડપાયેલા આરોપીને લોકઅપમાં ન મૂકવા અને માર ન મારવા માટે તેણે રૂ. 50,000 ની લાંચ માંગી અને એ.સી.બી.ના છટકામાં ઝડપાયેલા એ.એસ.આઇ.નો પર્દાફાશ થયો છે.
આ અંગેની વિગત એવી છે કે, અમદાવાદના નારણપુરા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. મારામારીના કેસમાં ફરિયાદીને લોકઅપમાં ન રાખવા અને ફરિયાદીને માર ન મારવા રૂ. 50,000 ની લાંચ માંગી હતી.
તે લાંચ લેતાં એ.એસ.આઇ.ને એ.સી.બી.એ રંગેહાથ ઝડપી પાડયો હતો. આરોપીની અટકાયત કરીને એ.સી.બી.એ વધુ તપાસ હાથ ધરી છે.
એક વ્યક્તિને તા. 26 ઓક્ટોબરે અન્ય વ્યક્તિઓ સાથે ઝઘડો થયેલો તે બાબતે આ ફરિયાદીએ તા. 2 નવેમ્બરે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
અને ફરિયાદી પર પણ સામાવાળાએ તા. 13 નવેમ્બરે ફરિયાદી વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. મારામારી મામલે સામસામે ગુનો નોંધાયો હતો. ફરિયાદીના સામાવાળાઓ પોલીસ સ્ટેશન હાજર થઇ જામીન મેળવ્યા હતા.
માર મારવા કેસમાં આરોપીને જામીન લેવાના બાકી હતા. ત્યારે નારણપુરા પોલીસ સ્ટેશનના એ.એસ.આઇ. અનિલ શુકલાએ તેમના મોબાઇલથી તેને ફોન કર્યો હતો અને કહેલું તારા વિરૂધ્ધ ફરિયાદ થયેલી છે.
જેથી પોલીસ સ્ટેશન આવી મને મળજે. એ.સી.બી.ને ફરિયાદ કરનાર મળવા જતાં એ.એસ.આઇ. અનિલ શુકલાએ જણાવ્યું હતું કે, ‘તારે લોકઅપમાં ન રહેવું હોય અને માર નહીં ખાવો હોય તેમજ બારોબાર કોર્ટમાં રજૂ થવું હોય તો તારે રૂ. 50,000 આપવા પડશે.’
માર મારવાના ગુનામાં આરોપીએ એ.એસ.આઇ. અનિલ શુકલા સાથે મોબાઇલ પર વાત કરીને તેની પાસે લાંચના નાણાંની માંગણી કરી હતી. જે લાંચની રકમ માર મારવાના કેસનો આરોપી આપવા માંગતો ન હતો.
જેથી એ.સી.બી.નો સંપર્ક કરી તેણે ફરિયાદ આપતાં એ.સી.બી.એ લાંચનું છટકું ગોઠવ્યું હતું. નારણપુરા પોલીસ સ્ટેશનનું સામેના ફૂટપાથ પરથી જ એ.સી.બી.એ એ.એસ.આઇ. અનિલ શુકલાને રૂ. 50,000 ની લાંચ લેતાં રંગેહાથ ઝડપી પાડયો હતો.
આ સમગ્ર મામલે એ.સી.બી. આરોપીને ઝડપીને તેની સામે કાર્યવાહી કરવા પ્રયાસ વાત કર્યાં છે. આવા કેટલાંક ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓના કારણે અન્ય પોલીસ અધિકારીઓને નીચું મોઢું નાખવાની ફરજ પડે છે.
From-Banaskantha update