ડીસાની ગ્રીનહર્ષ સોસાયટીમાં મહિલાને કેમ મકાન ખાલી કરતી નથી તેમ કહી હુમલો કરાતા ફરિયાદ નોધાઇ

- Advertisement -
Share

ડીસાના હાઇવે સ્થિત એક સોસાયટીના પરિવાર સાથે રહેતી મહિલાને આસપાસ રહેતા મહિલા અને કેટલાક ઈસમો ભેગા મળી મકાન ખાલી કરવા માટે ધમકી આપી માર મારતા પીડિત મહિલાએ આ મામલે ડીસા દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
આ ફરિયાદની વિગતો અનુસાર ડીસાના ભોપાનગર ફાટક નજીક આવેલા ગ્રીનહર્ષ સોસાયટીમાં તારાબેન કૈલાસભાઈ રાઠોડ પરિવાર સાથે પોતાના મકાનમાં રહે છે તેઓ ગત તારીખ 28/04/22ના રોજ પોતાના પરિવાર સાથે ઘરે હતા તે દરમિયાન તેમના બનેવી અભાભાઈ, તેમની બહેન ભીખીબેન, ભાણાંભાઈ, રાધાબેન, લષ્મીબેન અને હીનાબેન એક્સપ થઈ ત્યાં આવેલા અને તેમના બનેવી અભાંભાઈ તારાબેનને કહેલ કે મકાન કેમ ખાલી કરતા નથી અહીં થી જતા રહો જોકે તે દરમિયાન તારાબેને કહેલ કે આ મકાન મારુ છે પાંચ વર્ષ અગાઉ તેના રૂપિયા પણ તમને ચૂકવી આપ્યા છે.
તેંમ છતાં કેમ ખોટી રીતે હેરાન કરો છો તેમ કહેતા આ તમામ લોકો ઉશ્કેરાઈ ગયેલા અને અભાંભાઈ હાથમાં રાખેલ ધોકો મારવા ઉગામેલ અને તેમના દીકરા અને ભાણા ભાઈ હાથમાં રાખેલી તલવાર મારવા માટે ઉગામેલ જોકે તે દરમિયાન આસપાસના લોકો આવી જતા તારાબેનને મારમાંથી છોડાવેલા.
જોકે, તે દરમિયાન તેમની બહેન અને ભાણીએ તેમની માતા કકુબેનને માર મારેલો જોકે જતા જતા આ તમામ લોકોએ તારાબેનને કહેલ કે મકાન ખાલી કરી દેજે નહિતર જાનથી મારી તારા ટુકડા કરી નાખીસુ. જોકે બનાવના પગલે ઘબરાઈ ગયેલા તારાબેને આ મામલે ડીસા દક્ષિણ પોલીસ મથકે અભાભાઈ કુંભાભાઈ રાજપૂત, ભાણાભાઈ અભાભાઈ રાજપૂત, ભીખીબેન અભાભાઈ રાજપૂત, હીનાબેન અભાભાઈ રાજપૂત, રાધાબેન અમરાભાઈ રાઠોડ અને લષ્મીબેન અમરાભાઈ રાઠોડ વિરુદ્ધ ફરિયાદ નોંધવાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!