બનાસકાંઠામાં કોવીડ ગાઈડલાઈન્સ ભંગ બદલ અત્યાર સુધીમાં રૂ. 5.86 કરોડનો દંડ વસુલાયો : 99,064 કેસો નોંધાયા

- Advertisement -
Share

કોરોના મહામારીના સંક્રમણને ઝડપથી અંકુશમાં લેવા માટે બનાસકાંઠા જિલ્લામાં માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સીંગના ભંગ અને કલમ – 188ના કેસો વગેરે મળીને ગઇકાલ તા. 24 એપ્રિલ – 2021 સુધીમાં કુલ – 99,064 કેસો નોંધાયા છે અને આ નિયમોનો ભંગ કરનાર વ્યક્તિઓ પાસેથી નિયમોનુંસાર અત્યાર સુધીમાં કુલ રૂ. 5,86,30,040/- દંડની રકમ વસુલ કરવામાં આવી છે.

 

 

 

 

તા. 24 એપ્રિલ – 2021 સુધીમાં જિલ્લામાં માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સીંગ વગેરેના તાલુકા દીઠ નોંધાયેલ કેસોનો વિગત આ પ્રમાણે છે. પાલનપુર – 17,717, વડગામ – 6,673, ડીસા – 20,068, કાંકરેજ – 9,097, દાંતા – 11,666, અમીરગઢ – 4,396, ધાનેરા – 5,466, દાંતીવાડા – 6,306, દિયોદર – 417, લાખણી – 927, થરાદ – 6,323, વાવ – 4,290, સૂઇગામ – 1,829 અને ભાભરમાં – 3,889 કેસો નોંધાયા છે.

 

 

 

 

કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે કોરોનાથી સલામત રહેવા લોકોએ ડરવાની જરૂર નથી પરંતું પુરતી જાગૃતિ દાખવે તે બહુ જરૂરી છે. અગત્યના કામ સિવાય ઘરની બહાર ન નિકળીએ, માસ્કનો ફરજીયાત રીતે ઉપયોગ કરીએ, વારંવાર સાબુથી હાથ ધોવાનું રાખીએ, સોશ્યલ ડિસ્ટન્સીંગનું જરૂર પાલન કરીએ.

 

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!