નેનાવા ચેકપોસ્ટ નજીકથી ધાનેરા પોલીસે પોષડોડા સાથે 3 શખ્સોને ઝડપ્યા, કુલ રૂ. 6,22,377નો મુદ્દામાલ જપ્ત કર્યો

- Advertisement -
Share

ધાનેરા પોલીસે નેનાવા ચેકપોસ્ટ નજીકથી બુધવારે સ્વીફ્ટ કારમાંથી પોષડોડા સાથે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં પોષડોડા જેવો ભૂકાનો જથ્થો 2459 ગ્રામ, મોબાઇલ ફોન નંગ-03 અને સ્વીફ્ટ કાર કુલ રૂ. 6,22,377 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ અંગે ધાનેરા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, આઇ.જી.પી. બોર્ડર રેન્જ ભૂજ જે.આર.મોથલીયા અને બનાસકાંઠા જીલ્લા પોલીસ વડા તરૂણ દુગ્ગલની સુચનાથી થરાદ પોલીસ મદદનીશ અધિક્ષક પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ ધાનેરા પોલીસના સ્ટાફના માણસો બુધવારે નેનાવા ચેકપોસ્ટ વાહન ચેકીંગમાં હતા. તે દરમિયાન એક નંબર વગરની સ્વીફ્ટ ગાડી આવતાં તેને રોકાવી તલાશી લેતાં ત્રણ શખ્સો બેઠેલ હોઇ ગોગારામ સ/ઓ જયકિશનરામ વરીંગારામ વિશ્નોઇ(ખીચડ) (રહે. લાલજીકી ડુંગરી, તા. ચીતલવાણા, જી.જાલોર(રાજસ્થાન)) (હાલ રહે. 625, મારીયા માર્ટ પાસે, કનકપુરા મેઇન રોડ, બેંગ્લોર(કર્ણાટક)), નરેશકુમાર સ/ઓ જયકિશનરામ રામલાલજી વિશ્નોઇ(ગોદારા) (રહે. ચેનાકી ઢાંણી, રતનપુરા, તા. ચીતલવાણા, જી.જાલોર(રાજસ્થાન))

 

 

(હાલ રહે. મેસુ રોડ, બેટલરા, બેંગ્લોર(કર્ણાટક)) અને અશોકકુમાર સ/ઓ ચુનારામ હરસનરામ વિશ્નોઇ(શીયાક) (રહે. ધરમાણીયોકી ઢાંણી, રતનપુરા, તા. ચીતલવાણા, જી.જાલોર(રાજસ્થાન)) (હાલ રહે. મેસુ રોડ, બેટલપરા, બેંગ્લોર(કર્ણાટક)) વાળાઓની અને ગાડીની તપાસ કરતાં ગાડીની સીટ નીચે કપડાંની થેલીમાં બદામી કલરનો વનસ્પતિજન્ય પદાર્થ પોષડોડા જેવો ભૂકાનો જથ્થો 2459 ગ્રામ રૂ. 7377, મોબાઇલ ફોન નંગ-03 રૂ.15000 અને સ્વીફ્ટ VXI ગાડી રૂ. 6,00,000 કુલ રૂ. 6,22,377 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. આ અંગે ધાનેરા પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!