ડીસાના યુવકની ઓનલાઇન ઠગાઇ કરનાર શખ્સને ઝારખંડ પોલીસે ઝડપ્યો

- Advertisement -
Share

 

ડીસામાં પાણીપુરીની લારી ચલાવતાં યુવકની અજાણ્યા શખ્સે ગુગલ પે એપ્લીકેશનમાં કેશ બેક જમા થઇ છે તેમ કહી ઓનલાઇન રૂ. 53,995 ની ઠગાઇ કરતાં સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ઓનલાઇન અરજી આપ્યા બાદ ઠગાઇ કરનાર શખ્સને ઝારખંડ પોલીસે ઝડપી પાડયો હતો. આ અંગે ડીસા ઉત્તર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

 

 

આ અંગેની વિગત એવી છે કે, ડીસાના સ્પોર્ટસ કલબ નજીક રહેતાં રાકેશકુમાર અમરસિંહ રાઠોડ પાણીપુરીની લારી ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

 

જેઓ ગત તા. 04/01/2022 ના સાંજે 4 વાગ્યે તેમનો મોબાઇલ ઘરે પડયો હતો. જે દરમિયાન મોબાઇલ નં. 8887967540 અને 6392773236 પરથી ફોન આવ્યો હતો.

 

અને એસ.બી.આઇ. બેંક શાખામાંથી વાત કરૂ છું તેમ કહી તમને ગુગલ પે ઓનલાઇન એપ્લીકેશનમાં કેશ બેક મળેલ છે. જે જમા કરાવવા માટે તમને મોકલેલ કૂપન ઉપર ક્લીક કરવા જણાવ્યું હતું.

 

જેથી મોબાઇલમાં આવેલ કૂપન ઉપર ક્લીક કરતાં તેમના ખાતામાંથી રૂ.53,995 ઉપડી ગયા હતા. જેથી રાકેશભાઇએ અજાણ્યા શખ્સ સામે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ઓનલાઇન અરજી કરી હતી.

 

જે અરજીના આધારે ઝારખંડ પોલીસે છેતરપિંડી કરનાર શખ્સને ઝડપી પાડયો હતો. આ અંગેની જાણ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશને કરતાં પોલીસે રાકેશભાઇની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!