ડીસા થેરવાડા વિઠોદર રોડ પર સર્જાયો ત્રિપલ અકસ્માત : એકનું મોત, બે ઘાયલ

- Advertisement -
Share

ડીસા વિઠોદર રોડ પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવારનું ઘટના સ્થળે મોત થયું હતું તેમજ અન્ય 2 લોકોને ગંભીર ઈજા થતાં સારવાર માટે સિવિલ ખાતે ખસેડાયા હતા. બનાવના પગલે આજુબાજુના લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

[google_ad]

 

ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે આજે ડીસાના વિરોણા ખાતે રહેતા પ્રજાપતિ અરજણભાઈ હદાભાઈ બાઈક નંબર GJ-08-BD- 6865 લઈ થેરવાડા જઇ રહ્યા હતા.

[google_ad]

તે દરમિયાન થેરવાડા વિઠોદર રોડ પર બે કાર અને બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક સવારનું ઘટના સ્થળે મોત થયું હતું બનાવના પગલે ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા તેમજ ડીસા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી.

[google_ad]

બે લોકો ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે 108 મારફતે ડીસા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પોલીસે મૃતકની લાશને ડીસા સિવિલ પી.એમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

 

[google_ad]

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!