બનાસકાંઠામાં ચાલુ વર્ષે બટાટામાં રોગ હોવાથી 20 ટકા વધુ કોલ્ડ સ્ટોરેજ ખાલી રહી શકે છે

- Advertisement -
Share

 

ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં ચાલુ વર્ષે મોટા પ્રમાણમાં બટાટાની વાવણી થઇ હતી. પરંતુ ચાલુ વર્ષે બટાટામાં સ્કેપ અને સૂકારા જેવો રોગ સામે આવતાં બટાટામાં ઉત્પાદન ઘટ્યું છે.

 

 

જ્યારે સાઇઝ ન બનતાં ખેડૂતોને મોટું નુકશાન થવાની સંભાવના છે. ત્યારે બીજી તરફ બટાટામાં ચાલુ સાલે સારા ભાવ હોવાથી વેપારીઓમાં અને ખેડૂતોમાં ક્યાંકને ક્યાંક ખુશી જોવા મળી રહી છે.

 

 

 

બનાસકાંઠા જીલ્લાના ડીસા શહેરમાં બટાટા નગરી તરીકે સમગ્ર દેશમાં વખણાય છે. ત્યારે ચાલુ વર્ષે બનાસકાંઠા જીલ્લામાં 58,000 હેક્ટરમાં વાવેતર થયું છે અને તેમાં પણ ડીસામાં સૌથી વધુ 32,000 હેક્ટરમાં વાવેતર થયું છે.

 

 

ચાલુ વર્ષે ખેડૂતોએ મોંઘાદાટ બિયારણો લાવી બટાટાની વાવણી કરી હતી અને હવે બટાટા નીકળવાના શ્રી ગણેશ થઇ ગયા છે પરંતુ ચાલુ વર્ષે બટાટામાં સૂકારા નામનો રોગ અને સ્કેપ નામનો રોગ હોવાથી ખેડૂતોને ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

 

 

જ્યારે બટાટામાં સાઇઝ પણ જોવા મળી નથી અને ચાલુ વર્ષે બટાટામાં રૂ. 200 પ્રતિ મણ ભાવ હોવાથી ખેડૂતોમાં અને વેપારીઓમાં પણ ક્યાંકને ક્યાંક ખુશી જોવા મળી રહી છે.

 

 

ત્યારે બીજી તરફ ખેડૂતો જણાવી રહ્યા છે ચાલુ વર્ષે બટાટામાં સૂકારો નામનો રોગ અને સ્કેપ નામનો ટપકીવાળો રોગ આવવાથી ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

 

 

જેથી ખેડૂતોને સારા ભાવ હોવાથી વધુ ફાયદો થઇ શકે તેમ નથી કેમ કે, ચાલુ વર્ષે મોંઘાદાટ બિયારણો લાવી બટાટાની વાવણી કરી હતી.

 

 

 

અત્યારે બટાટાના પ્રતિ મણ રૂ. 200 ભાવ હોવાથી ખેડૂતોને લાંબો કોઇ ફાયદો થતો નથી પરંતુ તેમનું વળતર મળી રહ્યું છે અને હજુ પણ બટાટામાં ભાવ વધે તો જ ખેડૂતોને ફાયદો થઇ શકે તેમ છે.

 

 

ખેડૂતો જણાવી રહ્યા છે કે, ખેડૂતો આ વર્ષે જો પોતાના ખેતરમાં વાવેલા બટાટાનું ખેતરમાં જ સંગ્રહ કરી અને જો વેપાર કરે તો બટાટામાં સારા ભાવ મળી શકે અને બટાટામાં મોટો ફાયદો થઇ શકે તેમ છે.

 

 

ડીસા સહીત સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં 240 જેટલાં કોલ્ડ સ્ટોરેજ આવેલા છે. જેમાં 350 કરોડ કટ્ટા સંગ્રહ કરવાની કેપીસીટી ધરાવે છે. જો ચાલુ વર્ષે ખેડૂતોના બટાટાનો કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરવાથી ખેડૂતોને 105 કરોડ ખેડૂતોના ખીસ્સા ખાલી થશે.

 

 

જ્યારે કોલ્ડ સ્ટોરેજમાંથી બહાર નીકાળવાનો ચાર્જ રૂ. 10 પ્રતિ 50 કિલોગ્રામની બેગ પર લગાડયો છે તે રદ કરવો અને ભીના બટાટા જેના રૂ. 8 કોલ્ડ સ્ટોરેજના ભાડામાં જે આપતા હતા તે વધારીને રૂ. 10 કરવા જે બટાટાનું બિયારણ ખેડૂતોને 47 કિલો ગ્રામ પ્રતિ બેગ આપે છે અને ખેડૂત પાસેથી 51.500 પ્રતિ બેગ પ્રમાણે મેળવી રહ્યા છે.

 

આ ઘોર અન્યાય શા માટે આ કોલ્ડ સ્ટોરેજના સંચાલકોના નવા નીતિ નિયમ પ્રમાણે ખેડૂતો પાયમાલ અને દેવાદાર બની જશે તેવું ખેડૂતો જણાવી રહ્યા છે.

 

કોલ્ડ સ્ટોરેજ સંચાલકો, ખેડૂતો અને બિલ્ટીનું વેપાર કરતાં વેપારીઓના હીતમાં નિર્ણય લે તેવી ખેડૂતો અને વેપારીઓની આશા અપેક્ષા છે.

 

બનાસકાંઠા જીલ્લામાં કોલ્ડ સ્ટોરેજ સંચાલકોએ ચાલુ વર્ષમાં બેફામ ભાવમાં ધરખમ વધારો કરતાં ખેડૂતોની કમર ભાંગી નાખી છે.

 

જો ચાલુ વર્ષે કોલ્ડ સ્ટોરેજમાં વધારાના ભાડાની વાત કરવામાં આવે તો 50 કિલો ગ્રામ એક બેગનો ખેડૂતો પર વધારાનો બોઝ રૂ. 30 લગાડયો છે.

 

તો 350 કરોડ કટ્ટાનો 105 કરોડ થશે. જ્યારે કોલ્ડ સ્ટોરેજમાંથી બહાર નીકાળી તેનો ગ્રેડીંગનો ચાર્જ રૂ. 10 વધાર્યો છે. આ બટાટાના કોલ્ડ સ્ટોરેજ ભાડા વધારાથી ખેડૂતોને મોટું નુકશાન વેઠવાનો વારો આવશે.

 

 

 

 

From-Banaskantha update

 

 

 

 


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!