પાલનપુરમાં રૂ. 37.28 કરોડના ખર્ચે નિર્માણ પામેલા બસ પોર્ટનું તા. 4 જૂને મુખ્યમંત્રી લોકાર્પણ કરશે

- Advertisement -
Share

સી.એમ. વડગામના સીસરાણામાં નિર્માણ પામનાર 220 કે.વી.સબ સ્ટેશનનું ઇ-ખાતમૂર્હુત કરશે : મુખ્યમંત્રીના કાર્યક્રમને અનુલક્ષી કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ

 

પાલનપુરમાં પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે રૂ.37.28 કરોડના ખર્ચથી આઇકોનિક બસ પોર્ટ નિર્માણ પામ્યું છે.
જેનું તા. 4 જૂન-2022 ને શનિવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે લોકાર્પણ કરાશે અને વડગામ તાલુકાના સીસરાણામાં નિર્માણ પામનાર 220 કે. વી. સબ સ્ટેશનનું ઇ-ખાતમૂર્હુત કરશે.

આ પ્રસંગે પાલનપુરમાં યોજાનાર સેવાસેતુ કાર્યક્રમમાં પણ મુખ્યમંત્રી ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રીના આ કાર્યક્રમોને અનુલક્ષી પાલનપુર કલેક્ટર કચેરીમાં કલેક્ટર આનંદભાઇ પટેલના અધ્યક્ષસ્થાને જીલ્લાના અધિકારીઓની બેઠક યોજાઇ હતી.
જેમાં મુખ્યમંત્રીના કાર્યક્રમને સંદર્ભે પ્રોટોકોલ પ્રમાણે કરવાની થતી કામગીરી અંગે કલેક્ટરે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચનાઓ આપી હતી.

 

અત્રે ઉલ્લેખનીય છે કે, ‘ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને એમ. વી. ઓમ્ની શાયોના બી.આઇ.પી.એલ. પાલનપુર પ્રા. લિ. દ્વારા બનાસકાંઠા જીલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં પબ્લીક
પ્રાઇવેટ પાર્ટનરશીપના ધોરણે રૂ. 37.28 કરોડના ખર્ચથી આઇકોનિક બસ પોર્ટ બનાવવામાં આવ્યું છે. બનાસકાંઠા એસ.ટી. ડીવીઝન દ્વારા દિવસ દરમિયાન કુલ-1920 ટ્રીપો ચલાવી જીલ્લાના લોકોને પરિવહન સુવિધા પુરી પાડવામાં આવે છે.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!