ડીસા નગરપાલિકાને જુનાડીસાની ઘનકચરાની જગ્યા એક વર્ષમાં ખાલી કરવા ગ્રીન ટ્રીબ્યુનલનો આદેશ

- Advertisement -
Share

ડીસા પાલિકાને ઘનકચરાના નિકાલ માટે જુનાડીસામાં શરતોને આધીન જમીન ફાળવવામાં આવી હતી. ત્યારે પાલિકાના સત્તાધીશો દ્વારા શરતોનો ભંગ કરી ઘન કચરાની આડમાં મેડિકલ વેસ્ટ સહિત શહેરની ગંદકી ઠલવાતી હતી. જેને લઇ ગામલોકોમાં ભારે રોષ ફેલાયો હતો. રજૂઆત કરવા છતાં પાલિકાના સત્તાધીશો આંખ આડા કાન કરતાં નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ પ્રિન્સિપાલ બેચ પુના (દિલ્હી) સમક્ષ અપીલ કરતાં ડીસા પાલિકાને ઘન કચરાની જગ્યા એક વર્ષમાં ખાલી કરવા આદેશ કરાયો છે.

 

જુનાડીસામાં ઘનકચરાના નિકાલ માટે તત્કાલીન જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સર્વે નંબર 727/પી/1જમીન શરતોને આધીન ફાળવવામાં આવી હતી. જોકે, નિયમનો ભંગ થતો હોઇ જૈન શ્રેષ્ઠી નરેન્દ્રભાઈ મહેતાએ 2019ના વર્ષમાં કાયદાકીય કાર્યવાહી કરી હતી. જે નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ પ્રિન્સિપાલ બેચ પુના (દિલ્હી) સમક્ષ અપીલ નંબર 57/2019 વેસ્ટ ઝોન જે આઈ એ નંબર 130/2020 ચાલી જતા પાંચ જજની બેચમાં મુખ્ય ન્યાયાધીશ આદર્શકુમાર ગોહિલ દ્વારા અપીલના અરજદાર બાબુભાઈ કેશાભાઈ રાવલ અને બીજા વિરુદ્ધ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડનો કેસ ચાલી જતા ચુકાદો તારીખ 9 ફેબ્રુઆરી-2022 ના રોજ અરજદારની તરફેણમાં આપ્યો હતો.

 

જે ચુકાદામાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જુનાડીસાના સર્વે નંબર 727/પી/1 વાળી જમીન ડીસા પાલિકાને જે શરતો નક્કી કરી ફાળવવામાં આવેલી પણ તે શરતોનું પાલન કરવામાં આવેલ નથી તેમજ સ્ટેટ પોલ્યુશન બોર્ડ દ્વારા રિપોર્ટ રજુ કરતા તેમાં પણ શરતોનો ભંગ થતો એક વર્ષના સમયગાળામાં જમીન ખાલી કરી અન્ય સ્થળે ખસેડવા હુકમ કરેલ છે અને સ્ટેટ્ પોલ્યુશન બોર્ડને 6 માસની અંદર રિપોર્ટ પુના મુકામે રજૂ કરવા હુકમ કરેલ છે.

2003 -04 ના વર્ષમાં જુનાડીસા ગામના પવિત્ર ગણાતા ગંગાજી વ્હોળામાં અંદાજે 10 એકર જમીન ગામલોકોને અંધારામાં રાખી ડીસા નગરપાલિકાને ઘન કચરાના નિકાલ માટે ફાળવી દીધી હતી. જ્યાં ઘન કચરાની આડમાં મેડિકલ વેસ્ટ સહિત શહેરની ગંદકી ઠલવાતી હતી. કચરાના યોગ્ય નિકાલ માટે લાખો રૂપિયાના ખર્ચે મશીનરી વસવાઇ હતી પણ તેનો ઉપયોગ કરાતો ન હતો. ઉલટાનું કચરાનો નાશ કરવા વારંવાર આગ લગાડાતી હતી. તેથી ગામ માથે રોગચાળાનો ખતરો મંડરાતા ગામલોકોએ લડત આદરી હતી.

 

કચરાનો આડેધડ નિકાલ થતા ગામના હિતમાં લડતના મંડાણ થયા હતા. જેમાં સાંસદ દિનેશભાઇ અનાવાડીયા, સ્વ.ભીખાભાઇ પઢીયાર, સ્વ.શંકરભાઇ મોદી, યાસીનભાઇ ચૌહાણ, ઇબ્રાહિમભાઈ ચાવડા, દિલીપભાઈ બારોટ, અરવિંદભાઈ મોદી, અસલમ ઘાસુરા, એડવોકેટ દિલીપ ભાટીયા અને પંચાયતના સહયોગથી ગામના જૈન શ્રેષ્ઠી નરેન્દ્રભાઈ મહેતાએ સ્વખર્ચે ગ્રીન ટ્રીબ્યુનલમાં કેસ દાખલ કર્યો હતો અને ગામ તરફેણમાં ચુકાદો મેળવ્યો હતો.

 

From – Banaskantha Update


Share
- Advertisement -
Fuldeep Solanki
Fuldeep Solankihttp://banaskanthaupdate.com
Co-Founder - Managing editor, Banaskantha update

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!