કરમાવાદ તળાવમાં પાણી ભરવા માટે અલગથી યોજના બનાવવા ખેડૂતોએ માંગ કરી

- Advertisement -
Share

સરકારે મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવા રૂ. 19 કરોડની મંજૂરી આપી

 

ગુજરાત સરકાર દ્વારા મંગળવારે મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવા માટેની પાઇપલાઇન માટેની જાહેરાત કરવામાં આવી છે.

આ યોજના થકી મુક્તેશ્વર ડેમમાં પાણી નાખવામાં આવશે. જો કે, ખેડૂતોનું કહેવું છે કે, ‘આ યોજના અગાઉ મંજૂર થયેલી હતી અને આ યોજનાથી ખેડૂતોને કોઇ મોટો ફાયદો થઇ શકે તેમ નથી.
ત્યારે ખેડૂતોની માંગ છે કે, ‘કરમાવાદ તળાવમાં પાણી ભરવા માટે અલગથી યોજના બનાવી ખેડૂતોની માંગ પૂરી કરવામાં આવે નહી તો ખેડૂતોનું જળ આંદોલન આગામી સમયમાં વધુ ઉગ્ર બનશે.’

 

આ અંગે કિસાન સંઘ નેતા માવજીભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘સરકારે જે જાહેરાત કરી છે. તે માટે સરકારને અભિનંદન આપવા જોઇએ.

 

પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી જે ખેડૂતોની માંગણી છે અને જે આ વખતે આંદોલનો થયા અને રેલીયો થઇ તે માંગણીની દીશામા સરકારે હજુ સુધી નિર્ણય લીધો નથી.

 

મલાણા તળાવની માંગણી એવી હતી કે, ધનપુરા ડેમમાંથી પાઇપલાઇનનું પાણી નાખવામાં આવે તે માંગણી બાબતે હજુ સુધી કોઇ જાહેરાત થઇ નથી.

 

એટલે જે જૂની યોજનાઓ સરકારે જે સિદ્ધાંતમાં મૂકેલી તે યોજનાઓને વહીવટ મંજૂરી આપી છે. પરંતુ ખેડૂતોની માંગણી છે.

 

કરમાવાદ અને મલાણા તળાવ ભરવાની. જ્યાં સુધી અમને પાણી નહીં મળે ત્યા સુધી આ આંદોલન કરવા અમે કટ્ટીબદ્ધ છીએ.’

 

આ અંગે ખેડૂત રમેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, ‘2017 માં નીતિનભાઇ પટેલ સિંચાઇ મંત્રી હતા. એમને વિધાનસભાના ગૃહની અંદર મુક્તેશ્વર પાઇપલાઇન યોજના મંજૂરી આપી હતી.

 

ગયા વર્ષના બજેટમાં સરકારે રૂ. 19 કરોડનું ટોકન પણ મંજૂર કર્યું હતું. સરકાર જે યોજનાઓની જાહેરાત કરી છે તે બધી જૂની યોજનાઓ છે.

 

અમારી માંગણી કરમાવાદની અંદર પાણી નાખવાની છે. જે અત્યારે સરકારે મંજૂર કરી નથી. અમે સરકારને જાણવવા માંગીએ છીએ કે, સરકાર કરમાવાદમાં પણ પાણી નાખવાની જાહેરાત કરે.
અમારા 125 ગામના ખેડૂતોની માંગણી છે. જ્યાં સુધી કરમાવાદ અને મુક્તેશ્વરમાં પાણી નહીં મળે ત્યાં સુધી અમારૂ આંદોલન ચાલુ રહેશે.’

 

 

From-Banaskantha update

 


Share
- Advertisement -

Latest news

- Advertisement -
- Advertisement -
- Advertisement -

Related news

- Advertisement -
- Advertisement -
error: Content is protected !!